July 26, 2026
દેશબિઝનેસ

મોતીલાલ ઓશવાલ બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે

શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે જો તમે સુરક્ષિત અને લાંબા ગાળાના નફાની શોધમાં હોવ, તો જાણીતી બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસ્વાલનો તાજેતરનો અહેવાલ તમારા માટે કામનો સાબિત થઈ શકે છે. બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે.

આ યાદીમાં અમુક શેરો તો એવા છે જેમાં 44% સુધીના વળતરની અપેક્ષા રાખવામાં આવી છે.
મોતીલાલ ઓસ્વાલે જે નવ શેરો પર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે તેમાં

ટાઇટન કંપની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), ગ્રાસિમ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, એપોલો હોસ્પિટલ્સ, બંધન બેંક, પ્રિન્સ પાઇપ્સ અને લક્ષ્મી ડેન્ટલનો સમાવેશ થાય છે. આ તમામ શેરોમાં મજબૂત ફંડામેન્ટલ્સ અને ભાવિ વૃદ્ધિની શક્યતાઓને જોતા ખરીદીની સલાહ આપવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, ટાઇટન કંપનીએ જ્વેલરી સેગમેન્ટમાં અદભૂત દેખાવ કર્યો છે, ખાસ કરીને સ્ટડેડ જ્વેલરીમાં ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બીજી તરફ, ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) SUV સેગમેન્ટમાં 24.1% માર્કેટ શેર સાથે નંબર-વનના સ્થાને અકબંધ છે. કંપનીની XUV7XO અને નવી લોન્ચ થયેલી ઇલેક્ટ્રિક વ્હીકલ XEV 9S આગામી સમયમાં કંપનીની આવકમાં મોટો ઉછાળો લાવી શકે છે.
અન્ય શેરોની સ્થિતિ
બ્રિટાનિયા: વિતરણ વ્યવસ્થામાં સુધારો અને નવા ઉત્પાદનોને કારણે કમાણી વધવાની ધારણા છે.
અશોક લેલેન્ડ: કોમર્શિયલ વ્હીકલ (CV) ની માંગમાં રિકવરીનો સીધો ફાયદો આ કંપનીને મળશે.
એપોલો હોસ્પિટલ્સ: હોસ્પિટલ સેક્ટરમાં 12-14% ની આવક વૃદ્ધિનો અંદાજ છે.
લક્ષ્મી ડેન્ટલ: અમેરિકા દ્વારા ટેરિફમાં કરાયેલા ઘટાડાથી આ કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 20-25% ની વૃદ્ધિ જોવા મળી શકે છે.
બ્રોકરેજ ફર્મનું માનવું છે કે અસ્થિર બજારમાં આ શેર લાંબા ગાળાના રોકાણકારો માટે મજબૂત પોર્ટફોલિયો તૈયાર કરવામાં મદદરૂપ થશે. જોકે, રોકાણ કરતા પહેલા બજારના જોખમોને ધ્યાનમાં રાખી નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.

Related posts

૧૪ જાન્યુઆરીએ વિદ્યુત જામવાલ-શ્રુતિ હાસન અભિનીત ફિલ્મ પાવર રિલીઝ થશે

Ahmedabad Samay

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

Ahmedabad Samay

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું, વધુ યુવા શક્તિ જોડાશે સેનામા

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

“નિસર્ગ ”મુંબઈમાં નહિ કરી શક્યું ભારે નુકશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો