September 20, 2026
તાજા સમાચારદુનિયાદેશરમતગમત

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને ઈતિહાસ રચી દીધો છે. આ ભવ્ય વિજય સાથે ભારત ટી૨૦ ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજી વખત વિશ્વ વિજેતા બન્યું છે. ભારતે માત્ર પોતાનું ટાઈટલ ડિફેન્ડ જ નથી કર્યું, પરંતુ યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ પણ બની ગયો છે. ૨૫૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ ભારતીય બોલરો સામે માત્ર ૧૫૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ભારતીય બેટર્સનો તાંડવ – ૨૫૫ રનનો પહાડ જેવો સ્કોર:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત તોફાની રહી હતી. યુવા ઓપનર અભિષેક શર્માએ માત્ર ૨૧ બોલમાં ૫૨ રન ફટકારીને કીવી બોલરોને દબાણમાં લાવી દીધા હતા. તેને યોગ્ય સાથ આપતા સંજુ સેમસને ૩૩ બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને ૪૬ બોલમાં ૮૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઇશાન કિશને પણ ૨૩ બોલમાં ૫૪ રન ઝૂડી કાઢ્યા હતા. જોકે, ૧૬મી ઓવરમાં જેમ્સ નીશમે એક જ ઓવરમાં સેમસન, કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપીને ભારતને ઝટકા આપ્યા હતા, પરંતુ અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર ૮ બોલમાં ૨૬ રનની આક્રમક રમત રમીને ભારતનો સ્કોર ૨૫૫ રન સુધી પહોંચાડ્યો હતો.

બુમરાહ અને અક્ષરની જાળમાં ફસાઈ કીવી ટીમ:
૨૫૬ રનના વિશાળ સ્કોર સામે ન્યુઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી. ફિન એલન (૦) ને અક્ષર પટેલે વહેલો આઉટ કર્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે રચીન રવીન્દ્રને માત્ર ૧ રને પેવેલિયન ભેગો કર્યો હતો. કીવી ટીમ તરફથી ટિમ સીફર્ટે વળતી લડત આપતા ૨૩ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા, પરંતુ વરુણ ચક્રવર્તીએ ઇશાન કિશનના હાથે શાનદાર કેચ કરાવી તેને આઉટ કરતા ન્યુઝીલેન્ડની આશા પર પાણી ફરી વળ્યું હતું. જસપ્રીત બુમરાહે મિડલ અને લોઅર ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો હતો. બુમરાહે ૪ વિકેટ અને અક્ષર પટેલે ૩ મહત્વની વિકેટો ઝડપીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.

ઐતિહાસિક જીત અને આંકડાકીય સરસાઈ:
આ જીત સાથે ભારતે ન્યુઝીલેન્ડ સામે આઈસીસી ફાઈનલ્સમાં રેકોર્ડ સરભર કર્યો છે (૨-૨). ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત હવે સૌથી વધુ ૩ વખત ખિતાબ જીતનારી ટીમ બની ગઈ છે. આ જીત બાદ સમગ્ર સ્ટેડિયમ ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભારતીય ખેલાડીઓએ મેદાન પર વિજય ઉત્સવ મનાવ્યો હતો.

પ્લેઈંગ ઈલેવન:

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

ન્યુઝીલેન્ડ: ટિમ સીફર્ટ, ફિન એલન, રચીન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

મધ્‍યમ વર્ગની બજેટમાં આવકવેરા મુક્‍તિમાં વધારાની અપેક્ષા પર પાણી ફરયુ

Ahmedabad Samay

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે

Ahmedabad Samay

CSK vs GT Playing-11: આજે ચેન્નઇ માટે શુભમન ગિલને રોકવો પડકાર રહેશે, ગુજરાત સામે અત્યાર સુધી નથી જીતી શકી ધોનીની ટીમ

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

12 પાસ માટે કેન્દ્ર સરકારમાં મોટી ભરતી! 2,536 જગ્યાઓ, ₹92 હજાર સુધી પગાર; 7 ઓક્ટોબર છેલ્લી તારીખ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો