September 21, 2026
ગુજરાત

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

પરગ્રહ પર અંતરિક્ષયાત્રીઓની ભૂખ ભાંગે તેવા પાક ઉગાડવાની દિશામાં કામ કરતાં ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માયલેસ નામની ચણાની જાત હવામાન નિયંત્રિત ચેમ્બરમાં ઉગાડવામાં સફળતા મેળવી છે.

વિજ્ઞાનીઓએ નાસાના અપોલો મિશન દરમ્યાન મેળવવામાં આવેલી ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી છે. પણ હાલ તેમાં રહેલી ધાતુઓનું પરીક્ષણ ચાલુ હોઇ તે ખાવામાં કેવા લાગે છે તેનું પરીક્ષણ કરવાનું હજી બાકી છે.
ચણાનો પાક લેવા માટે વિજ્ઞાનીઓએ ચણાના બીજને લાભકારક ફૂગથી કોટિંગ કરી તેને સિમ્યુલેટેડ લુનાર ધરતીમાં રોપ્યા હતા. આ લુનાર ધરતી ફલોરિડા સ્થિત કંપની સ્પેસ રિસોર્સ ટેકનલોજીઝ દ્વારા બનાવવામાં આવી છે.કાર્બનિક કચરામાંં પૃથ્વીના અળસિયાંઓએ પોષક વર્મિકોમ્પોસ્ટ બનાવ્યું તેમાં ચંદ્રની ધૂળને ભેળવવામાં આવી હતી.
૭૫ ટકા ચંદ્રની ધૂળ મિલાવેલી હોય તેવી ધરતી પર ચણાનો લણી શકાય તેવો પાક લઇ શકાય છે. પણ ચંદ્રની ધૂળ જેને રિગોલિથ તરીકે ઓળખવામાં આવે છે તેનું પ્રમાણ વધારવામાં આવે તેમ ચણાનો પાક ઘટે છે. ૧૦૦ ટકા ચંદ્રની ધૂળમાં વાવવામાં આવેલાં ચણાનો પાક નિષ્ફળ ગયો હતો.

ટેક્સાસ એએન્ડ એમ યુનિવર્સિટીના જમીન અને પાકવિજ્ઞાન વિભાગમાં ડોક્ટોરલ સ્ટડી કરી રહેલાં નાસાના ફેલો જેસિકા એટકિન્સે જણાવ્યું હતું કે ચણામાં પ્રોટીન તથા અન્ય પોષક તત્વો વધારે હોઇ તે અંતરિક્ષયાત્રીઓ માટે આદર્શ પાક બની રહે તેમ છે. જર્નલ સાયન્ટિફિક રીસર્ચમાં પ્રકાશિત થયેલાં અભ્યાસ અનુસાર ચંદ્રના થાણાં પર વસવાટ કરનારાં લોકો માટે સ્થાનિક ખોરાક મહત્વનો હોઇ ચણાનો પાક લેવામાં આવ્યો હતો. ચંદ્રની ધૂળથી મિશ્રિત ધરતીમાં આ ચણાને ઉગાડવામાં આવ્યા હતા.

 

Related posts

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો