November 6, 2026
ગુજરાત વિધાનસભા
ગુજરાત

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. એક અજ્ઞાત ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઈ ગઈ છે.

ધમકીભર્યા મેઈલ મળ્‍યા બાદ તરત જ વિધાનસભા પરિસરમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.  આ ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સવારે ૯ વાગ્‍યે શરૂ થનારી વિધાનસભા સત્રની બેઠક રદ કરવામાં આવી હતી. સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ અને પરિસ્‍થિતિ સામાન્‍ય જણાતા સત્રની કાર્યવાહી મોડી શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ આ ધમકીભર્યા મેઈલનાસ્ત્રોતની તપાસ કરી રહી છે.

ઉલ્‍લેખનીય છે કે,  છેલ્‍લા કેટલાક સમયથી ગુજરાતમાં શાળાઓ એરપોર્ટ અને સરકારી કચેરીઓને નિશાન બનાવીને ફેક બોમ્‍બ ધમકીઓ મળી રહી છે.

ફેબ્રુઆરી૨૦૨૬ માં જ ગુજરાતની ૬ જિલ્‍લા અદાલતો અને તાજેતરમાં ગાંધીનગરના કર્મયોગી ભવનને પણ આવી જ રીતે ધમકીભર્યા મેઈલ મળ્‍યા હતા, જેના કારણે કામગીરી ખોરવાઈ હતી.

માર્ચ ૨૦૨૬ની શરૂઆતમાં અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી ને પણ ઉડાવી દેવાની ધમકી મળતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મોટાભાગની ઘટનાઓમાં આ ધમકીઓ માત્ર અફવા સાબિત થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે કે આ મેઈલ મોકલવા માટે વિદેશી સર્વર અને VPN નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મોકલનારની ઓળખ છુપાવી શકાય.

આવી ઘટનાઓથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે અને સરકારી તંત્રનો સમય બગડે છે. પોલીસ હવે આવા સાયબર ટેરરિઝમના કિસ્‍સાઓમાં કડક કાર્યવાહી કરી રહી છે.

Related posts

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

નવા નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ આજના નિર્ણયને અવકાર્યું, અમે બધી રીતે છીએ તૈયાર: પ્રવિણ પિલ્લાઈ (એમ.ડી)

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

માનવ જીવન બચાવનાર માટે ગુજરાત સરકારની મરી માનવતા, જીવ ગુમાવ્યો પણ ન્યાય કે હકન મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો