September 27, 2026
ગુજરાત

નવા નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ આજના નિર્ણયને અવકાર્યું, અમે બધી રીતે છીએ તૈયાર: પ્રવિણ પિલ્લાઈ (એમ.ડી)

આજરોજ સવારે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ધો. ૦૧ થી ૦૫ ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની જાહેરાત કરતા વાલી અને સંચાલકો ખુશ થઇ ગયા છે કારણેકે ઘણા સમયથી સ્કૂલો બંધ હતી જેથી ૦૧ – ૦૨ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ વિશે કઇ ખબર જ નથી જેથી હવે તેવો સ્કૂલના અલગ માહોલમાં જશે અને તેમને પણ સ્કૂલની મજા લેશે.
આ નિર્ણય પર નવા નરોડામાં થોડાક જ સમયમાં શિક્ષણ ક્ષેત્રે ઉંચાઈ પર પહોચનાર સ્કૂલ સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલના એમ.ડી. શ્રી પ્રવિણ પિલ્લાઈ સાથે સ્કૂલ ખોલવાના આ નિર્ણય પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે
સરકાર દ્વારા આ ખુબજ સરસ નિર્ણય કરવામાં આવ્યું છે અમે આ નિર્ણયને આવકારીએ છે અમારી સ્કૂલ આ નિર્ણયને લઇ તૈયાર છે અમે આ નિર્ણયને લઇ તમામ તૈયારીઓમાં લાગી ગયા છીએ.
વધુમાં તેમને જણાવ્યું હતું કે બે થી ત્રણ દિવસમા ૦૧ – ૦૫ ધોરણના વર્ગો શરૂ કરીશુ ત્યાં સુધી અમે તમામ વાલીઓને સ્કૂલ ખુલવા અંગે જાણ કરીશુ અને તેમના જોડેથી સરકારના જણાવ્યા અનુસાર સહમતી પત્રો આપીશું અને જે વિદ્યાર્થીના વાલીઓ સહમતી પત્ર આપશે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ સ્કૂલે નહિ આવે તેમના માટે ઓનલાઇન એજ્યુકેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે આમતો ૭૦ થી ૮૦% વાલીઓ શાળાએ મોકલશે એવું લાગી રહ્યું છે, વધુમાં જણાવ્યું હતું કે પહેલા એક મહિનો વિદ્યાર્થીઓને પાછલા વર્ગનુ અભ્યાસક્રમ કરવામાં આવશે જેથી વિદ્યાર્થી હાલના વર્ગમાટે તૈયાર થઇ શકશે અને હાલનો અભ્યાસક્રમ સમજવામાં સરળતા રહે, ત્યારબાદ રાબેતા મુજબ જેતે વર્ગના અભ્યાસક્રમ પ્રમાણે ચાલુ થઇ જશે. બીજા સત્ર એક મહિનો લંબાવાની જરૂર છે જેથી શાળામાં હાલનો અભ્યાસક્રમ સારી રીતે ભણાવી શકાય
અમારા તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક વર્ગમાં ૫૦% વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે, એક બૅંચ પર બે વિદ્યાર્થીને બેસાડવામાં આવશે, માસ્ક પહેરવા, પાણી બોટલ અને સેનેટાઇઝર સાથે લાવે તેનું આગ્રહ કરવામાં આવશે, વિદ્યાર્થીના સ્વાસ્થનું પણ અમારા શિક્ષકો દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે અને કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે કારણકે સ્કૂલમાં આવ્યા બાદ બાળકોની જવાબદારી એ અમારી જવાબદારી બની જાય છે, વાલીઓ એ ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલે

Related posts

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

FSSAI દ્વારા અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો