March 20, 2026
ગુજરાત

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું છે. જેના પગલે ઝાડ અને હોર્ડિગ્‍સ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્‍યું છે. ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતાં ખેડૂતો ચિતામાં મૂકાયા છે. જ્‍યારે ઘણી જગ્‍યાએ ઝાડ પડવાને લીધે રસ્‍તા બંધ થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્‍યારે દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતાં રેલવે અધિકારીઓ દોડતા થયા હતા.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્‍તારોમાં વાવાઝોડા જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઘણા વિસ્‍તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવ બન્‍યા હતા. રસ્‍તાઓ પર મૂકવામાં આવેલા બેરિકેડ્‍સ પણ ઉખડી ગયા હતા, જેના કારણે વાહન વ્‍યવહાર પ્રભાવિત થયો હતો. વષાપુર વિસ્‍તારમાં ભારે પવનના કારણે પોલીસ બુથ પણ ધરાશાયી થઈ ગયું હતું. આ પરિસ્‍થિતિને કારણે શહેરમાં લોકોમાં ચિતા અને ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે ૧૯ માર્ચની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરોમાં જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આશરે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાતાવરણ ધૂળમય બની ગયું હતું. આ પરિસ્‍થિતિમાં વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કાળઝાળ ગરમી વચ્‍ચે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્‍યો છે. ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ ખાબક્‍યો છે. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્‍યો હતો.

અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. તેમજ બનાસકાંઠા અને કચ્‍છના વિસ્‍તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્‍યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્‍થળે વરસાદ જોવા મળ્‍યો હતો.

બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિમાં મોટા પાયે નુકસાનના અહેવાલ છે. માર્કેટ યાર્ડ દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી હોવા છતાં, અનેક વેપારીઓએ બાજરી અને રાયડાની બોરીઓ ખુલ્‍લામાં રાખી હતી. કમોસમી વરસાદને કારણે આ હજારો બોરીઓ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને આર્થિક ફટકો પડ્‍યો છે. સ્‍થાનિકોના મતે વેપારીઓની ગંભીરતાના અભાવે આ સ્‍થિતિ સર્જાઈ છે.

મહેસાણા જિલ્‍લામાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ભારે પવન સાથે કેટલાક વિસ્‍તારોમાં મીની વાવાઝોડા જેવી પરિસ્‍થિતિ સર્જાઈ હતી. પવન એટલો જોરદાર હતો કે શહેર અને ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. અનેક વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેના કારણે લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. સ્‍થાનિક તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્‍થાપિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હિમતનગરમાં પણ આવી જ પરિસ્‍થિતિ જોવા મળી હતી, જ્‍યાં ધૂળની આંધી સાથે પવન ફૂંકાતા વીજળી ગુલ થઈ ગઈ હતી. વિસનગરમાં ભારે પવનના કારણે દુકાનોના શેડ ધરાશાયી થયા અને હોડિગ્‍સ પણ ઉડી ગયા હતા.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં પણ રાત્રે વાતાવરણમાં મોટો પલટો આવ્‍યો હતો. જોરદાર આંધી અને ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્‍યા હતા. કેટલાક વિસ્‍તારોમાં વાવાઝોડા જેવી પરિસ્‍થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો અને અનેક વિસ્‍તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ (PGVCL) દ્વારા સુરક્ષાના ભાગરૂપે કેટલીક જગ્‍યાએ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્‍યો હતો. જેથી કોઈ દુર્ઘટના ન બને.

કચ્‍છના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે. પヘમિ કચ્‍છમાં વાતાવરણ પલટાતા મીની વાવાઝોડું ફૂંકાયું છે. નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડા વિસ્‍તાર ભારે પવન ફૂંકાયો છે. ભારે પવનના કારણે અનેક વિસ્‍તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે. વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

વાવ થરાદમાં મિનિ વાવાઝોડાનો કહેર જોવા મળ્‍યો છે. દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્‍યું છે. મિનિ વાવાઝોડાના કારણે મોડી રાત્રે ઝાડ પડતા રેલ્‍વે અધિકારીઓ પહોંચ્‍યા હતા. ઝાડ પાટા ઉપરથી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જિલ્‍લામાં મોડી રાત્રે ભારે પવનની સાથે વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયો હતો.

પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપ વે સેવા બંધ થઈ છે. વહેલી સવારે પાવાગઢ ડુંગરના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો છે. ડુંગર પર ભારે ધુમ્‍મસ સાથે જ ઠંડાગાર પવનની લહેરો જોવા મળી હતી. ભારે પવનના કારણે રોપ વે સેવા છેલ્‍લા એક કલાક ઉપરાંતથી બંધ રહેતાં દર્શનાર્થીઓ પગપાળાનો વિકલ્‍પ અપનાવતા જોવા મળ્‍યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્‍યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિતા છે. ખેતરોમાં ઘઉંની લણણી કરેલો પાક પડ્‍યો છે. ત્‍યારે વરસાદથી ઘઉંનો પાક પલળ્‍યા ખેડૂતો ચિતામાં મૂકાયા છે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો છે. જોરદાર પવન સાથે વાવાઝોડું ફુંકાતા અનેક વિસ્‍તારોમાં વીજળી ગુલ થઇ છે. જિલ્‍લામાં અનેક સ્‍થળો ઉપર વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં ભારેપવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયો હતો

Related posts

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો