July 4, 2026
ગુજરાત

મતદારોએ મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા માટે ૧૨ દસ્તાવેજો બતાવીને પણ મત આપી શકશે

ગાંધીનગર:ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ આગામી તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ ચૂંટણીમાં મતદારો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા ખાસ યાદી બહાર પાડવામાં આવી છે. જે મતદારો પાસે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) ઉપલબ્ધ નથી, તેઓ પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ૧૨ વૈકલ્પિક દસ્તાવેજોને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા અનુસાર, મતદારોએ મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા માટે નીચે મુજબના ૧૨ દસ્તાવેજોમાંથી કોઈ પણ એક દસ્તાવેજ અસલમાં રજૂ કરવાનો રહેશે:
૧. આધાર કાર્ડ
૨. મનરેગા હેઠળ આપવામાં આવતું જોબ કાર્ડ
૩. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક
૪. શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
૫. ડ્રાઈવીંગ લાઈસન્સ
૬. પાન કાર્ડ
૭. રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા સ્માર્ટ કાર્ડ
૮. ભારતીય પાસપોર્ટ
૯. ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજ
૧૦. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા કર્મચારીઓને જારી કરવામાં આવેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
૧૧. ધારાસભ્યો અને સંસદસભ્યોને જારી કરવામાં આવેલા સત્તાવાર ઓળખપત્રો
૧૨. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા જારી કરાયેલ યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ

તંત્ર દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બિનનિવાસી ભારતીય (NRI) તરીકે નોંધાયેલા મતદારોએ જો તેમની ઓળખ પ્રસ્થાપિત કરવી હોય, તો તેમણે મતદાન મથકે અસલ ‘ભારતીય પાસપોર્ટ’ જ રજૂ કરવો પડશે. અન્ય કોઈ પણ ઓળખપત્ર તેમના માટે માન્ય ગણાશે નહીં.

આ ઉપરાંત, માત્ર ‘મતદાર માહિતી કાપલી’ (Voter Information Slip) નો ઉપયોગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કરી શકાશે નહીં. મતદારોએ ફરજિયાતપણે ઉપર જણાવેલા ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવાનું રહેશે. તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ પાત્ર મતદાર ઓળખપત્રના અભાવે મતદાનથી વંચિત ન રહી જાય.

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

વટવા GIDC માં ભીષણ આગ,કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો