વટવા GIDC વિસ્તારમાં આવેલી બે કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. GIDC આવેલી કેમિકલ કંપનીઓમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં સોલવન્ટ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કૉલ આપ્યો હતો. આગની જ્વાળાઓ અને ધૂમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.
આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની 30 ગાડીઓ સહિતના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે
આગ એટલી પ્રચંડ હતી કે 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.