August 25, 2026
ગુજરાતરાજકારણ

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન  બનતા અટકાવવાનું નિવેદન આપી રાજકારણ ગરમાવ્યું

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન  બનતા અટકાવવાનું નિવેદન આપી રાજકારણ ગરમાવ્યું છે. તેમણે કોંગ્રેસને ‘ચૂંટણી ટૂરિઝમ’ ગણાવી મતદારોને ચારધામ યાત્રાની જેમ ઉત્સાહપૂર્વક મતદાન કરી ભાજપના 1972થી અડીખમ ગઢને સુરક્ષિત રાખવા અપીલ કરી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. સ્થાનિક પ્રશ્નોની ચર્ચા વચ્ચે અચાનક પાકિસ્તાનના મુદ્દાની એન્ટ્રી થતા વિવાદ છેડાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ દ્વારા કરવામાં આવેલા એક નિવેદને હાલ રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાવી છે. તેમણે રાયપુર ચકલા  વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરો અને જનતાને સંબોધતા ‘ખાડિયા’  ને પાકિસ્તાન બનતું અટકાવવાની વાત કરી છે.

ભૂષણ ભટ્ટે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 1972થી ખાડિયા વિસ્તાર ભારતીય જનતા પાર્ટી નો અડીખમ ગઢ રહ્યો છે. જનસંઘના સમયથી આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ છે, જે આજે પણ સુરક્ષિત છે. જોકે, તેમણે ભય વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો મતદારો જાગૃત નહીં રહે તો ખાડિયાને પાકિસ્તાન બનતા વાર નહીં લાગે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘અમે ખાડિયાને ક્યારેય પાકિસ્તાન બનવા દઈશું નહીં.’ આ નિવેદન દ્વારા તેમણે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે મતદારોને એકજૂથ કરવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવતા જ કેટલાક લોકો ‘ચૂંટણી ટૂરિઝમ’ માટે મેદાનમાં આવશે. જે લોકો આખું વર્ષ દેખાતા નથી, તેઓ હવે અલગ-અલગ નામે તમારા ઘરે મત માંગવા માટે આવશે. તેમણે લોકોને સચેત રહેવા જણાવ્યું કે વિરોધ પક્ષના નેતાઓ માત્ર વોટ બેંકની રાજનીતિ કરવા માટે જ સક્રિય થાય છે.

ચારધામ યાત્રા જેવો ઉત્સાહ

મતદાનની ટકાવારી વધારવા પર જોર આપતા ભૂષણ ભટ્ટે એક અનોખી સરખામણી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ ચૂંટણીમાં લોકો જેમ શ્રદ્ધાપૂર્વક ચારધામ યાત્રા કરવા જાય છે, તેમ પવિત્ર ફરજ સમજીને મતદાન કરવા માટે બહાર નીકળશે. ખાડિયાની અસ્મિતા જાળવી રાખવા માટે દરેક મતે મહત્વનો હોવાનું તેમણે ઉમેર્યું હતું. મનપાની આ ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દે નહીં પરંતુ વિચારધારાના જંગમાં ફેરવાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Related posts

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો