અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ દ્વારા આજે ચૂકાદો આપવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ મામલે કામગિરીને લઈને ભ્રષ્ટાચારની ફરીયાદો થતા આ મામલો સતત ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી આજે હાથ ધરાશે. આરોપીની જામીન અરજી પર સેશન્સ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.
અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનાવિવાદમાં સંડોવાયેલા અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક રમેશ પટેલ સહિત ચાર ડિરેક્ટરોની જામીન અરજી પર સેશન્સ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે ત્યારે આ મામલે આજે ચૂકાદો આવશે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આગોતર જામીન માટે પણ તેમાંથી ચાર લોકોએ અરજી કરી હતી. ત્યારે ભ્રષ્ટાચારનો બ્રિજ સાબિત થયેલા આ કેસ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જે
સરકારે આરોપીઓને જામીન ન આપવા કોર્ટમાં અરજી કરી છે. સરકારની દલીલ છે કે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરકારે એવું પણ કહ્યું હતું કે નબળા કામ સામે સારી ગુણવત્તાના બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદમાં કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.