September 21, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, મેઘાણીનગરના રહીશ યુવકે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે, આ આપઘાત પાછળનું કારણ અત્યંત ગંભીર છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે વિસ્તારના જ એક કુખ્યાત બુટલેગર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં યુવકે સ્પષ્ટપણે ‘માનવ’ નામના શખ્સનું નામ લીધું છે અને જણાવ્યું છે કે આ બુટલેગર તેને લાંબા સમયથી માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો

આ વાયરલ વીડિયોમાં યુવકની વ્યથા સાફ દેખાઈ રહી છે, જેમાં તે પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે. બુટલેગરના ત્રાસને કારણે યુવક એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેને મોતને વહાલું કરવું વધુ યોગ્ય લાગ્યું. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. આ કેસમાં પોલીસ વીડિયોના આધારે તપાસ તેજ કરે તેવી શક્યતા છે

Related posts

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો