August 6, 2026
ગુજરાત

બુલેટ ટ્રેનનું સાબરમતી નદી ઉપરાંત, નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓ પર પણ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ હવે ગુજરાતમાં તેના સૌથી આકર્ષક અને જટિલ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ માત્ર એન્જિનિયરિંગનો નમૂનો નથી, પરંતુ તે અમદાવાદની નવી ઓળખ બનવા જઈ રહ્યો છે. આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે.

તેનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટે વિશેષ તકનીક છે. આ પદ્ધતિમાં પુલની નીચે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, દરેક પિયર પરથી બન્ને બાજુ સંતુલન જાળવી સેગમેન્ટને ક્રમશઃ જોડીને (પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા) સ્પાન તૈયાર કરવામાં આવે છે. આ રીતે સતત અને મજબૂત બ્રિજ ડેક તૈયાર થાય છે આ બ્રિજની સૌથી મોટી વિશેષતા તેની ઊંચાઈ છે. નદીના સ્તરથી 36 મીટર ઊંચો આ બ્રિજ લગભગ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજના તમામ 8 પિયર્સ (થાંભલા)નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

આ પિયર્સનો વ્યાસ 6 થી 6.5 મીટર જેટલો વિશાળ છે.   કુલ લંબાઈ: આશરે 480 મીટર. આધુનિક પદ્ધતિ: આ બ્રિજ ‘બેલેન્સ્ડ કેન્ટીલીવર મેથડ’ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીને કારણે નદીના પ્રવાહની વચ્ચે વધારાના ટેકા વગર સ્પેન તૈયાર કરી શકાય છે. વર્તમાન સ્થિતિ: 76 મીટરના કુલ 5 સ્પેનમાંથી 3 સ્પેનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.  સમાંતર જોડાણ: આ બ્રિજ વેસ્ટર્ન રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનની બિલકુલ સમાંતર તૈયાર થઈ રહ્યો છે.   નિર્માણ કાર્ય દરમિયાન સાબરમતી નદીના ઇકો-સિસ્ટમને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી લેવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા નદીના પાણીના કુદરતી નિકાલ માટે હ્યુમ પાઈપ કલ્વર્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેથી બાંધકામ દરમિયાન પણ નદીનો પ્રવાહ અવરોધાય નહીં.

આ બ્રિજ પ્રસ્તાવિત સાબરમતી હાઈ-સ્પીડ રેલ સ્ટેશનથી માત્ર 1 કિમીના અંતરે આવેલો છે. સાબરમતી નદી ઉપરાંત, નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓ પર પણ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે, જે દર્શાવે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે. આગામી સમયમાં જ્યારે બુલેટ ટ્રેન સાબરમતી નદી પર 36 મીટરની ઊંચાઈએથી પસાર થશે, ત્યારે તે અમદાવાદના શહેરી વિકાસનું એક નવું પ્રતિક બની રહેશે

Related posts

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો