અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની મહિતી છે.
અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની વિગત સામે આવી છે. આ આદેશ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગનાં પોલીસકર્મીની બદલી કરાઈ હોવાની માહિતી છે.
