July 25, 2026
તાજા સમાચારદેશ

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્, શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આજે શુક્રવાર, ૨૪ જુલાઈએ પોતાની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં તેમણે ઉપવાસના પારણા કર્યા

વાંગચુક છેલ્લા ૨૫ દિવસથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષાના પેપર લીક માટે જવાબદારી નક્કી કરવા અને આંદોલનમાં જોડાયેલા યુવા પ્રદર્શનકારો સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાની માગ સાથે ઉપવાસ પર હતા. તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અગાઉ બંને કેન્દ્રીય મંત્રીઓએ તેમની મુલાકાત લઈ ચર્ચા કરી હતી.

વાંગચુકે સરકાર તરફથી યુવા પ્રદર્શનકારો સામે બદલો લેવાની કે કડક કાનૂની કાર્યવાહી નહીં થાય તેવી સ્પષ્ટ ખાતરી મળે તો ઉપવાસ છોડવાની તૈયારી દર્શાવી હતી. જોકે સરકાર અને વાંગચુક વચ્ચે થયેલી ચર્ચાની સંપૂર્ણ શરતો તથા કોઈ લેખિત સમજૂતી અંગે સત્તાવાર વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.

Related posts

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું

Ahmedabad Samay

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો