August 23, 2026
Other

અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં ભોળાનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી

અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં ભોળાનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

મહાદેવજીના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ત્રિદિન વિવિધ પ્રતિષ્ઠા વિધિ યોજાએલ. ઉમરેઠનાશ્રી મિતુલ શુકલાજીએ ૧૦૮ વિવિધ ધાન્‍ય,પંચગવ્‍ય, પંચામળત, ઔષધિઓ, વિવિધ પવિત્ર નદીઓ અને સમુદ્ર જળ, શેરડી રસથી સ્‍ફટિકના ભગવાન ભોળાનાથજીની શુદ્ધિકરણ સાથે સ્‍થપન વિધિ કરાવેલ.,

ગુરૂવર્ય શ્રી  દેવકળષ્‍ણદાસજી સ્‍વામીએ મહાદેવજીનું પૂજન અર્ચન કરેલ. પછીથી નિકોલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના સંચાલક શ્રી યોગેશ્વર સ્‍વામી, શ્રી ત્‍યાગ સ્‍વામી,શ્રી પ્રભુ સ્‍વામી, શ્રી વિશ્વ પ્રકાશ સ્‍વામી, શ્રી ચૈતન્‍ય સ્‍વામી, શ્રી હરિદર્શન સ્‍વામી, શ્રી વેદાંત સ્‍વામી, ભક્‍તિ તનય સ્‍વામી, ભંડારી શ્રી કળષ્‍ણપ્રસાદ સ્‍વામી, તન્‍મય સ્‍વામી, મુનિ સ્‍વામી વગેરે સંતોના હસ્‍તે ઉમરેઠના ભૂદેવોએ કરાવેલ .

પ્રભુ સ્‍વામીના જણાવ્‍યા મુજબ શાષાોકત રીતે સ્‍ફટિકનું શિવલિંગ મનોકામના પૂર્ણ કરનારું બની રહે છે. ઈશાન ખૂણો મહાદેવનું હાર્ટ કહેવાય . નિકોલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળમાં ઈશાન ખુણામાં જ સ્‍ફટિકના મહાદેવજી, માતા પાર્વતીજી અને નંદી સાથે વિરાજમાન થશે. મહાદેવજીની ઙ્કતિષ્ઠા સાથે યજ્ઞશાળામાં ત્રિદિનાત્‍મિક મહા રુદ્રાભિષેક આયોજન કરવામાં આવેલ. જેનો લાભ શ્રી દિગંતભાઈ ગજેરા, ડાયાભાઈ કચ્‍છી અને નિખિલભાઈ, અમિતભાઈ ડોબરીયાએ  લીધેલ. આ પ્રસંગે શિવકથાનું ગુરુકુલના નવયુવાન સંતગુણમંડિત શાષાી શ્રી ચૈતન્‍ય સ્‍વરૂપદાસજી સ્‍વામીએ શ્રવણ કરાવેલ.

સમગ્ર ત્રિદિનાત્‍મક મહોત્‍સવના યજમાન અક્ષરનિવાસી શ્રી હરિબાપા રાદડીયાના સુપુત્ર શ્રી વિપુલભાઈ, હર્ષદભાઈ તથા સંજયભાઈએ લીધેલ હતો

Related posts

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

1 એપ્રિલથી માત્ર BS6-II વ્હીકલ જ બનશે, ડીઝલ કાર પર સૌથી મોટું સંકટ.. બાઇક પણ થશે મોંઘી

Ahmedabad Samay

આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો