August 7, 2026
Other

ગુજરાત હાઇકોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરિયાદીને રૂ. ૭૫૦૦૦/- ચુકવવાનો હુકમ ફરમાવેલ

જામનગરમાં રહેતા દિપકભાઈ લક્ષ્મણભાઇ પિલ્લાઈ ને મનીશકુમાર જગદીશચંદ્ર વ્યાસ રહે.: ફ્લેટ નં.૨૦૧, મનધારા રેસીડેન્સી, ઓશવાલ-૪, અંડર બ્રિજ પાસે, જામનગરવાળા સાથે વ્યવહારીક સંબંધ હતા અને મનીશકુમારને આર્થિક રકમની જરૂરિયાત હોય, જેથી દિપકભાઈ લક્ષ્મણભાઇ પિલ્લાઈ પાસેથી રૂl.૩,૦૦,૦૦૦/- માંગણી કરતાં સંબંધના દાવે મદદરૂપ થવા દિપકભાઈ પિલ્લાઈ દ્રારા મનીશકુમાર વ્યાસને રૂl.૩,૦૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક ક્લિયર થઈ ગયેલ હતો અને મનીશકુમારને હાથ ઉછીની રકમ આપીને દીપકભાઈએ મદદ કરેલ હતી.

સદરહુ આર્થિક વ્યવહારનું દીપકભાઈ ને મનીશકુમાર વ્યાસ દ્રારા હાથ ઉછીની રકમ અંગેનો કરાર પણ કરી આપેલ હતું. સદરહુ રકમ પરત ચુકવણી માટે મનીશકુમારે દીપકભાઈના નામ જોગનો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જામનગર શાખાનો ચેક આપેલ હતો કે, જે ચેક મનીશકુમારની સુચનાથી દિપકભાઈ દ્રારા ચેક બેંકમાં રજુ કરતા ચેક રીર્ટન થયો હતો. જેથી દિપકભાઈ દ્રારા વકીલશ્રી મારફતે લીગલ નોટીસ મનીશકુમારને મોકલાવેલ ત્યારબાદ નાછુટકે દિપકભાઈ દ્રારા જામનગર કોર્ટમાં મનીશકુમાર વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં નામદાર કોર્ટે દ્રારા આરોપી મનીશકુમારને તકસીરવાર ઠરાવી એક વર્ષની સજા, ત્રણ લાખ પુરાનો દંડ અને તેટલી જ રકમની ફરિયાદીને વળતર આપવાનો હુકમ ફરમાવેલ હતો. અને જો વળતર ન ચુકવે તો વધુ છ મહિના સજાનો હુકમ ફરમાવેલ હતો.

ત્યાર બાદ મનીશકુમાર દ્રારા હુકમને નામદાર સેશન્સ કોર્ટમાં પડકારેલ હતો અને નામદાર સેશન્સ કોર્ટમાં સમગ્ર અપીલ ચાલી ગયા બાદ નામદાર ટ્રાયલ કોર્ટનો હુકમ ન્યાયિક હોય જેથી મનીશકુમારની અપીલ નામંજુર કરેલ હતી અને મનીશકુમારને ટ્રાયલ કોર્ટના હુકમનું પાલન કરવા જેલમાં મોકલવામાં આવેલ તથા ફરિયાદી દીપકભાઈને ત્રણ હજાર અપીલ ખર્ચ ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો.

ત્યાર બાદ મનીશકુમાર દ્રારા નામદાર ટ્રાયલ કોર્ટ તથા નામદાર સેશન્સ કોર્ટના હુકમને નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરીને પડકારેલ અને જામીન ઉપર મુક્ત થવા અરજ કરેલ હતી. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા અલગ-અલગ શરતોને આધીન તથા ચેકની ૨૫% રકમ નામદાર ટ્રાયલ કોર્ટમાં જમા કરવાની શરતે મનીશકુમાર ને જામીન મુક્ત કરેલ હતા. ત્યાર બાદ દીપકભાઈએ તેમના વકીલશ્રી દ્રારા ચેકની ૨૫% રકમ નામદાર ટ્રાયલ કોર્ટ માંથી વિથ ડ્રો કરવાની પરવાનગી માંગતા તેમને રૂપિયા ૭૫૦૦૦/- દીપકભાઈને વચ્ચગાળાના વળતર તરીકે નામદાર ટ્રાયલએ દીપકભાઈને ચુકવી દેવાનો હુકમ ફરમાવેલ છે.

Related posts

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં ૩૦ થી  શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

કારગિલ વિજય દિવસની ઐતિહાસિક ગાથા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો