અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.
ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વાર રાજીવ પાર્ક, બાપાસિતારામ ચોક થી કેસર હાઇટ્સ સુધી રૂ.૧ કરોડના ખર્ચે નવા ડ્રેનેજ લાઈનનું કાર્ય ધરાયુ હતું, અજયસિંહ દ્વાર પાણીની સમસ્યા ને દૂર કરવામાં માટે પાર્શ્વનાથ ટાઉન્સિપ વિભાગ -૧ થી વિભાગ- ૦૨ સુધી રૂ. ૩,૯૨,૦૦ ના ખર્ચે યુ.પી.વી.સી. પાણીની પાઇપ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી પ્રજાને પાણીની સમસ્યા ન રહે અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે, લોકડાઉન દરમિયાન ઠક્કરનગર વિસ્તારમાં ફસાયેલ પરપ્રાંતિઓ ને પોતાના ઘરે પોહચડવામાં માટે મોટો યોગદાન રહ્યો હતો અહીં ફસાયેલા તમામ વ્યક્તિ ઓને પોતાન વતન મોકલવામાં માટે ખડે પગે મેહનત કરી હતી જ્યાં સુધી તેવોની વતન વાપસી નું આયોજન કરવામાં નહતું આવ્યું ત્યારે તેમને બે સમય નું ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવા અનેક પ્રજાલક્ષી કાર્ય કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા કરવામાં આવ્યા છે.