August 8, 2026
ગુજરાતરાજકારણ

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

૧૪મેં ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા  બાદ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે.યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ૧ લાખ રૂપિયાની લોન ૨%ના વાર્ષિક  વ્યાજે મળશે. જયારે ૬% વાર્ષિક વ્યાજ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ  જણાવ્યું છે.

આ લોન મધ્યમ વર્ગ, ઇલેકિટ્રશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો મળી શકશે. લોન માટેનાં  ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશે. આ લોન પર કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે. જે લોકો કોઈ વ્યવસાયમાં ૧ જાન્યુઆરી ૨૦૨૦થી જોડાયેલા હોય તેમને આ લોન મળવા પાત્ર છે.

આત્મનિર્ભર ગુજરાત યોજનાની ગાઈડલાઈન:

ઇલેકિટ્રશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને ૧ લાખ સુધીની લોન માત્ર ૨ ટકા વાર્ષિક દરે લોન મળશે.

કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે.

૬ મહિના સુધી EMI નહિ

Related posts

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં સ્વાગત કાર્યક્ર્મ યોજાયો, ૧૩ પ્રશ્નોની ચર્ચા કરી હકારાત્મક અભિગમ

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો