August 8, 2026
ગુજરાત

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

દિવાળી એટકે પૂજન-અર્ચન અને ખુશીઓનો તહેવાર. આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ તા. ૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે છે. ધનતેરસ તા. ૧૮મીએ, કાળી ચૌદસ તા.૧૯ અને દિવાળી તા. ૨૦મી ઓક્‍ટોબરે છે. જયારે, નૂતન વર્ષ વિક્રમ સંવત-૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર તા.૨૨મીએ શરૂ થશે. તા.૨૩મીએ ભાઈ બીજ, તા. ૨૬મીએ લાભ પાંચમ છે. તા.રજી નવેમ્‍બરે દેવ ઉઠી એકાદશી અને તા.૫મી નવેમ્‍બરે દેવદિવાળીએ નરસિહજીનો વરઘોડો નીકળશે.

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો,

  • રમા એકાદશી-વાઘ બારસ તા.૧૭મી ઓક્‍ટોબરે શુક્રવારે ધનતેરસ તા.૧૮મી ઓક્‍ટોબરે શનિવાર છે. શનિ પ્રદોષનો અનોખો સંયોગ ધનપૂજન, લક્ષ્મીપૂજન સૂર્યાસ્‍ત પછી જ શ્રેષ્ઠ ગણાય છે. ધનપુજન-લક્ષ્મીપૂજનનું મુહૂર્ત સાંજે ૬.૧૧થી ૭.૪૫ અને રાત્રે ૯.૧૮ કલાકથી રાત્રે ૧.૩૨ સુધી છે. કાળી ચૌદશ તા.
  • ૧૯મી ઓક્‍ટોબરે રવિવારે છે. જે દિવસે બટુક ભૈરવ, કાલ ભૈરવની પુજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.
  • ચોપડા-સોના-ચાંદી ખરીદી માટે મૂહુર્ત. સવારે ૧૧.૦૫થી બપોરે ૧.૫૩, બપોરે ૩.૨૦ કલાકથી સાંજે ૪.૪૭, સાંજે ૭.૪૭ થી રાત્રે ૯.૨૦ મિનિટ સુધી ચોપડા, સોના-ચાંદી ખરીદી માટે શુભ મુહુર્ત છે.
  • લક્ષ્મી પૂજન, શારદા પૂજન સંદર્ભે અસમંજસ

૨૦મીએ દીપાવલી પર્વે લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરવું જોઇએ. સવારે ૧૦.૩૨થી૧૦,૫૯, બપોરે ૨.૫૬થી સાંજે ૬.૦૯ કલાક, સાંજે ૬.૧૫થી રાતે ૯.૩૪ અને રાતે ૧૦,૫૧થી ૧૨.૨૫ સુધી અને મધરાતે ૧.૧૨ કલાકથી ૩.૦૫ સુધી છે.

  • નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો

૨૨મીએ વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ નામ સંવત્‍સર પ્રારંભથશે. નુતન વર્ષના મુહૂર્તનો શ્રેષ્ઠ સમય સવારે ૬ ૨૧થી ૯:૧૪ સુધી છે.

  • તા.૨૩મીએ ભાઈ બીજ. તા.૨૬મીએ લાભપાંચમનું મુહુર્ત સવારે ૭.૫૨થી બપોરે ૧૨:૦૪ સુધી છે.

Related posts

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

પ્રધાનમંત્રી મોદીનું આજ રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો