August 8, 2026
દેશ

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયેલ. ધમકી યુપી પોલીસના ઇમરજન્સી નંબર ઉપર આવેલ, મેસેજમાં મુખ્યમંત્ર યોગીના આવાસ સહીત રાજયની ૫૦ અલગ-અલગ મહત્વની જગ્યાઓને પણ બોંબથી ઉડાવી દેવાનું જણાવાયેલ. જેમાં ઇમરજન્સી સર્વીસ ૧૧૨નું બીલ્ડીંગ પણ સામેલ છે.

યોગી આદિત્યનાથને બોંબ થી ઉડાવી દેવાની ધમકીના મેસેજ બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યુ છે.

મેસેજમાં સ્પષ્ટ લખ્યુ છે કે ( અમે આખા રાજયમાં ધડાકાઓ કરીશું અને સરકાર જોતી રહેશે. મેસેજ મળ્યા બાદ પાંચ કાલીદાસ  માર્ગ સ્થિત મુખ્યમંત્રી આવાસની સુરક્ષા વધારી દેવાઇ છે. લોકભવન સહિતના વીવીઆઇ અને વીવીઆઇપી વિસ્તારોમાં પણ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. તપાસ માટે  ડોગ સ્કોડ પણ બોલાવાઇ છે અને સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. અગાઉ પણ એક વ્યકિતએ CM યોગીને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપેલ હતી. ધમકી આપ્યા  બાદ બે દિવસમાં જ યુપી એટીએસની ટીમે તેને મુંબઇથી પકડી પાડેલ. નવા મામલામાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાની કાર્યવાહી હાથ  ધરાઇ છે. ગૃહ ખાતાના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આ અંગે માહિતી આપેલ. મામલામાં અજાણ્યા વ્યકિત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાશે. આ મામલા અંગે તંત્રની  હાઇલેવલ મીટીંગ પણ મળેલ.

 

Related posts

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

વિજય દિવસની ગૌરવ ગાથા,૧૩ દિવસમાં જ પાકિસ્તાનના ૯૮૦૦૦ સૈનિકો ઝૂકી ગયા

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

Ahmedabad Samay

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો