September 20, 2026
દેશ

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭મી પછી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે. અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે  અને  કેટલાકમાં નહિ, પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે. આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે  છે પછી પગલા લેવાય છે. ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ૯૦% લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે. તે દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક  રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે સોસીયલ ડિસ્ટન્સ જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.

Related posts

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

Ahmedabad Samay

તમિલનાડુના કરુરમાં શનિવારે અભિનેતા અને તમિલનાડુ વેટ્ટી કઝગમ (TVK)ના વડા વિજયની ચૂંટણી રેલી દરમિયાન એક ભયાનક ભાગદોડ મચી, આશરે ૩૬ લોકોના મોત

Ahmedabad Samay

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો