September 22, 2026
ગુજરાત

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી ૪ દિવસ માટે  ભારે વરસાદની આગાહી કરી હતી. જે પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં વહેલી સવારે ૪ વાગ્યે અચાનક તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાયા છે, જ્યારે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાનું મનાય છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર, મણિનગર, સીટીએમ, રામોલ, જશોદાનગર,  નેશનલ હાઈવે પર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત શહેરના મેમ્કો, નરોડા, શાહીબાગ, દૂધેશ્વર, રાણીપ,  વાડજ, આશ્રમરોડ, ઓઢવ, બોડકદેવ, ગોતા, ચાંદખેડા, સેટેલાઈટ જેવા વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.

Related posts

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો