ઉનાળામાં જ્યાં લોકો કામ કરવા માટે કુલર અને એસી સાથે રાખે છે, ત્યાં જુઓ કેવી રીતે લોકો સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન ઉપર સળગતી ભઠ્ઠીમાં 6થી 8 કલાક કામ કરી રહ્યા છે.
- ગુજરાતનું જામનગર શહેર બ્રાસ પાર્ટ્સનો ઉત્પાદન માટે વિશ્વ પ્રખ્યાત
- ખતરનાક ઉનાળો – 1100 ડીગ્રી તાપ
- એક ટીપું પડ્યું તો મોત નિશ્ચિત
- 1.5 લાખથી વધુ કામદારો ફાઉન્ડ્રીમાં કામ કરે છે
- 6થી 8 કલાક પરસેવાથી સ્નાન કરીને આ કામ પૂર્ણ કરે છે
ગુજરાતનું જામનગર શહેર બ્રાસ પાર્ટ્સનો ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં લાખો લોકો અને હજારો કારખાનાઓ તેનું ઉદાહરણ છે. અહીં ચશ્મામાં ઉપયોગમાં લેવાતા નાના સ્ક્રૂથી લઈને મોટા તાળાઓ સુધીની દરેક વસ્તુ બ્રાસની બને છે. બ્રાસ ઉદ્યોગ માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા વિવિધ સાઈઝના સરિયા (વાયર) બનાવવાની પ્રક્રિયાને ફાઉન્ડ્રી કહેવામાં આવે છે. જામનગર શહેરમાં 1100 જેટલી ફાઉન્ડ્રી છે અને 1.5 લાખથી વધુ કામદારો ફાઉન્ડ્રીમાં કામ કરે છે.
ફાઉન્ડ્રી કોલસાથી સળગતી એક પ્રકારની ભઠ્ઠી હોય છે, જેમાં બ્રાસના સળિયા (વાયર) ઝીંક અને તાંબાની ધાતુઓના ભાગોને 1100 ડિગ્રી કરતા વધુ તાપમાને ગરમ કરીને પીગળીને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા કરનારા કામદારો દરેક સિઝનમાં 1100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં કામ કરે છે.
ઉનાળામાં આપણે પંખા, કુલર વગેરે વગર એક કલાક પણ રઈ શકતા નથી, આ મજૂરો રોજના 6થી 8 કલાક પરસેવાથી સ્નાન કરીને આ કામ પૂર્ણ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં જ્યારે ધાતુઓ પ્રવાહી બની જાય છે, ત્યારે ભઠ્ઠી એટલી ગરમ થઈ જાય છે કે જો તેમાં પાણીનું એક પણ ટીપું કે તેના જેવું કોઈ પણ પ્રવાહી પડે તો મોટા વિસ્ફોટ જેવી પ્રતિક્રિયા થાય છે. જો ધાતુઓના આ ગરમ પ્રવાહીનું એક ટીપું પણ તેમના શરીર પર પડે છે, તો તે તેમના શરીરની ચામડી અને માંસને પીગળાવી શકે છે. આવા જોખમી માહોલમાં અને આવી ગરમીમાં કામ કરવું કોઈ પણ સામાન્ય માણસની ક્ષમતા બહારની વાત છે, પરંતુ તેમાં કામ કરતા શ્રમિકો આ પ્રક્રિયા માટે ટેવાયેલા છે. ઉનાળાની ગરમીમાં આવા તાપમાનમાં કામ કરતા શ્રમિકોને સલામ, આ લોકો ખરેખર કોઈ સુપર પર્સન જ છે.