August 8, 2026
દેશ

ભારત – ચીન સીમા પર યુદ્ધના ભણકારા, ત્રણે સેના અલર્ટ પર

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમગ્ર પર નજર છે. ભારતે એલએસી પર સેનાને સંપૂર્ણ રીતે તૈયાર કરીને એરફોર્સ અને નૌસેના પણ હાઇએલર્ટ પર રાખી છે.

સીમાપર વધતા તણાવ વચ્ચે એલએસી પર હાઇએલર્ટ છે. હિમાચલના કિન્નોર અને લાહોરસ્પીતિ, ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢ, સિક્કીમ, અરૂણાચલ સેનાને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં  આવી છે. ઉત્તરી, પશ્ચિમી અને પૂર્વી ભારતના દરેક એરબેસને દરેક આપાત સ્થિતિ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નૌકાદળના જહાજ પણ સજ્જ કરવામાં આવ્યા છે અને એરફોર્સને પણ સંપૂર્ણ રીતે સજ્જ રહેવાનું એલર્ટ અપાયું છે.

ગલવાન ખીણમાં ભારત – ચીન વચ્ચે લોહિયાળ  સંઘર્ષ ખેલાતા હવે બંને દેશો વચ્ચે ટેન્શન ચરમસીમાએ પહોંચ્યું છે. લડાખમાં  ભારતીય સૈનિકો પર ચીની સૈનિકો તરફથી થયેલા હુમલા અંગે  સમગ્ર દેશમાં આક્રોશ છે. ઉત્તરાખંડની નજીક ભારત – નેપાળ અને ભારત – ચીન સરહદ વિસ્તારના લોકો સરકારને ચીન વિરૂધ્ધ કાર્યવાહીની જાણ કરી રહ્યા છે. બોર્ડર એરિયાના લોકો ચીની રાષ્ટ્રપતિનું પૂતળુ ફુંકી ચીની સામાનોના બહિષ્કારની અપીલ કરી રહ્યા છે.

Related posts

લિકર કેસમાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર, સત્યની લાંબા સમયે જીત

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

રક્ષા મંત્રી રાજનાથ સિંહના એલઓસી પાર કરવાના નિવેદનથી ભડક્યું પાકિસ્તાન, આપી આ પ્રતિક્રિયા

Ahmedabad Samay

બ્લેક ફંગસને લઇ મહત્વની વાતો જણાવી એઈમ્સના ગુલેરીયાએ.

Ahmedabad Samay

પાકિસ્‍તાને દિલ્‍હી પર ફતહ ૨ મિસાઇલથી હુમલો કર્યો. પરંતુ તે દિલ્‍હી પહોંચે તે પહેલાં જ ભારતે પાકિસ્‍તાનની ફતહ ૨ મિસાઇલને તોડી પાડી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો