એઈમ્સના ડિરેક્ટર રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો મ્યુકરમાઇકોસિસ, કૈન્ડિડ અને એસ્પોરોજેનસથી ઝડપી સંક્રમિત થઇ જાય છે. આ ફંગસ મુખ્ય રીતે નસો, નાકની આસપાસનાં અસ્થિઓમાં જોવા મળે છે, અને તે મગજમાં પણ પ્રવેશ કરી શકે છે. ક્યારેક-ક્યારેક ફેફસા (પલ્મોનરી મ્યૂકરમાઇકોસિસ) અથવા જઠરાંત્રિય સંબંધિત માર્ગમાં પણ જોવા મળે છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કેટલાક લક્ષણો એવા છે જે કોરોના સંક્રમણ પછી જોવા મળે છે. જો લક્ષણો 4-12 અઠવાડિયા સુધી જોવા મળે છે, તો તેને ઓનગોઇંગ સિમ્પ્ટોમેટિક કોવિડ કે પોસ્ટ-એક્યુટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો લક્ષણો 12 અઠવાડિયાથી વધુ સમય સુધી દેખાય છે, તો તેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
એઈમ્સના ડિરેક્ટરએ કહ્યું કે કેટલાક લોકોમાં ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ જોવા મળે છે, જેના માટે સિમ્પ્ટોમેટિક સારવારની જરૂર હોય છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ‘બ્રેઇન ફોગ’ રૂપમાં વધુ એક લક્ષણ, જે કોરોનાથી સાજાથી થઇ ચુકેલો લોકોમાં જોવા મળે છે, જે એકાગ્રતા, અનિદ્રા અને હતાશાથી પીડીત લોકો છે.
તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ ચેપ લાગશે, પરંતુ પેડિયાટ્રિક એસોસિએશનએ કહ્યું છે કે તે તથ્યો પર આધારિત નથી. તે બાળકોને અસર કરી શકતું નથી, તેથી લોકોને ડરવાની જરૂરત નથી