August 7, 2026
દેશગુજરાત

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

કાલે રવિવારે સૂર્ય ગ્રહણ છે અને તેની અસર કેટલીક રાશિઓ પર પણ પડશે. ત્યારે આ સૂર્યગ્રહણ ભૂજમાં સૌથી પહેલા દેખાશે. સવારે 9.58 કલાકે આ સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે રાજકોટમાં સવારે 9.59 કલાકે સૂર્યગ્રહણ દેખાશે. અમદાવાદમાં 10.03 કલાકે સૂર્યગ્રહણ દેખાશે અને 4 કલાક બાદ 2.29 કલાકે અસમના ડિબ્રુગઢમાં સૂર્યગ્રહણ પૂર્ણ થશે.

રવિવારે 21 જૂને 2020નું પ્રથમ સૂર્ય ગ્રહણ દેખાશે. આ સૂર્યગ્રહણ વલયાકાર હશે. જેમાં ચંદ્ર વચ્ચે આવી જતાં ગ્રહણની ચરમસિમાએ સૂર્ય કડા કે વીંટી જેવું દેખાય છે. તેને “રિંગ ઓફ ફાયર” પણ કહેવામાં આવે છે. ભારતમાં 25 વર્ષ બાદ આવો સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે ઓક્ટોબર 1995માં દિવસે અંધારું છવાઇ ગયું હતું.  રવિવારે દેખાનાર  21 જૂનનું સૂર્યગ્રહણ આ સદીમાં બીજું સૂર્ય ગ્રહણ છે, જે 21 જૂને દેખાશે. અગાઉ 2009માં 21 જૂને સૂર્યગ્રણ દેખાયુ હતું.  તે દિવસે સૂર્ય બરોબર કર્કવૃત્તની ઉપર આવી જશે. આ દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ  પણ હોય છે. રવિવારે દેખાનાર સૂર્યગ્રહણથી ગ્રહોની જે સ્થિતિ  બની રહી છે, તે છેલ્લા 500 વર્ષોમાં નથી બની. આ અંગે વારાણસીના જ્યોતિષાચાર્ય જગદીશપ્રસાદ અને રમેશચંદ્રનું કહેવું છે કે અષાઢ મહિનામાં  દેખાનારા આ સૂર્યગ્રહણના સમયમાં રાહુ-કેતુ ઉપરાંત અન્ય ચાર ગ્રહ બુધ, ગુરુ, શુક્ર અને શનિ પણ વક્રી રહેશે. મિથુન રાશિમાં રાહુ સૂર્ય-ચંદ્રમાને  પીડિત કરી રહ્યો છે. જેના કારણે પણ આ ગ્રહણ ખાસ થઇ રહ્યો છે.

ભારતમાં ગ્રહણનો સમય સવારે આશરે 10:20થી શરૂ થશે અને બપોરે 1:49 વાગે પુરો થશે.  ગ્રહણનો સૂતકકાળ તો 20 જૂને શનિવારે રાત્રે 10.20થી શરૂ થઇ જશે અને ગ્રહણની સાથે પુરો થઇ જશે. આ ગ્રહણ ભારત ઉપરાંત ચીન, નેપાળ, પાકિસ્તાન, સાઉદી  આરબ, યુએઇ, ઇથિયોપિયા અને કાંગો સહિતના આફ્રિકાના કેટલાક ભોગોમાં દેખાશે.

સૂર્યગ્રહણનો સમય

ગ્રહણનો પ્રારંભ કાળ – 9.15

કંકણ આરંભ – 10.17

પરમ ગ્રા – 12.10

કંકણ સમાપ્ત – 14.02

ગ્રહણ સમાપ્તિ કાળ – 15.06

ખંડગ્રાસનો સમય – 3 કલાક 28 મિનીટ 36 સેકન્ડ

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા વરસાદમાં બ્રિજની આયુષ્ય વધારવા માટે એન્ટી કાર્બોનેશન પેઇન્ટ અને મુખ્ય સ્પાનમાં ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે

Ahmedabad Samay

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

ભારતીય પાસપોર્ટ ધારક હવે ૬૦ દેશની મુસાફરી વિઝા વિના કરી શકશે

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો