August 7, 2026
દેશ

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટનામાં વયસ્ક મહિલા હવે આટલા વર્ષે અકસ્માતે ‘પુરૂષ’ નીકળી છે. ૩૦ વર્ષીફ વિવાહિત મહિલાના પેટના  નીચલા ભાગમાં દુઃખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપાસ કરતાં સૌ કોઇ હેરાન થઇ ગયા હતા. ડોકટરોએ તપાસ બાદ કહ્યું કે આ મહિલા વાસ્તવમાં  ‘પુરૂષ’ છે. અને તેના શુક્રપિંડમાં કેન્સર છે.

મહિલા છેલ્લા ૯ વર્ષથી વિવાહિત છે. અને કેટલાક મહિલા પહેલા પેટમાં દુખાવાની ફરિયાદને લઇને શહેરની નેતાજી સુભાષચંદ્ર બોઝ હોસ્પિટલમાં ગઇ હતી. અહીં ડો.અનુપદ દત્તા અને ડો. સૌમન દાસે મહિલાની તપાસ કરી હતી. જેમાં એ હકીકત જાણવા મળી કે આ મહિલા હકીકતમાં ‘પુરૂષ’ છે. હોસ્પિટલના ડો.અનુપમ દત્તાએ કહ્યું કે, દેખાવમાં એ મહિલા છે. અવાજ, સ્તન, સામાન્ય જનનાંગ વગેરે કનિદૈ લાકિઅ બધુ જ મહિલાનું છે. જોકે, તેના શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી. એ કયારેય માસિક ધર્મમાં આવી નથી.

ડો.અનુપમ દત્તાઅ કહ્યું કે લગભગ ૨૨,૦૦૦  લોકો પૈકી એક વ્યકિતમાં આવી બીમારી જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ સમયે મહિલાની ૨૮ વર્ષીય બહેનની તપાસમાં પણ આ જ હકીકત બહાર આવી છે. જેમાં  વ્યકિત જીનેટિકલી પુરૂષ હોય છે. પંરતુ તેના શરીરના તમામ બાહ્ય અંગે મહિલાના હોય છે.

ડોકટરે કહ્યુ કે દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં  આ સમસ્યા રહી છે. આ દરમિયાન ડોકટરોએ જણાવ્યું કે , હાલ મહિલાની કિમોથેરાપી ચાલી રહી છે. અને તેની હાલત સ્થિર છે.

Related posts

ટીમ ઈન્ડિયાની આજે થઇ શાનદાર જીત,ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

Ahmedabad Samay

ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો