મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.
“મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે ચેમ્બુર અને વિકરોળી વિસ્તારમાં આશરે ૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. જેનું અમને ઘણું દુઃખ છે માં ભવાની તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.
આ દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા તુરત સહાય આપવા બદલ હૃદયપૂર્વક છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને હું અમોલ ધબડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ) આભારી છીએ.”