December 10, 2024
ગુજરાતઅપરાધદેશ

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

ઉત્તર પ્રદેશના હાથરસના બુલવાડીમાં કથિત ગેંગરેપની શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. દિલ્હીથી શબ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને ન સોંપ્યો અને રાત્રે જ કોઈ વિધિ કર્યા વગર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ છે. એટલું જ નહીં મીડિયાને પણ કવરેજથી રોકી દેવામાં આવ્યું અને ખરાબ વર્તન કરવામાં આવ્યું.

આ પહેલા જયારે શબને ગામમાં લઈ જવામાં આવ્યું તો તેને પરિજનોને સોંપવામાં આવ્યું. ત્યારબાદ પરિજનોએ એમ્બ્યૂલન્સની સામે સૂઈ જઈને આક્રોશ વ્યકત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિજનોની સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ પોલીસ અને ગામ લોકોમાં દ્યર્ષણ થઈ ગયું. મૂળે પરિજનો રાતમાં શબના અંતિમ સંસ્કાર કરવા માંગતા નહોતા, જયારે પોલીસ તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત બાદ લગભગ ૨:૪૦ વાગ્યે કોઈ પણ વિધિ વગર અને પરિજનોની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

પીડિતાની કાકી ભૂરી સિંહે કહ્યું કે પોલીસ દબાણ કરી રહી હતી કે શબના અંતિમ સંસ્કાર કરી દો. જયારે દીકરીના માતા-પિતા અને ભાઈ કોઈ પણ ત્યાં હાજર નહોતું, એ લોકો દિલ્હીમાં છે અને હજુ પહોંચ્યા પણ નથી. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા અને પરિવારની રાહ જોવાની વાત કહેતાં પોલીસે કહ્યું કે જો નહીં કરો તો અમે જાતે કરી દઈશું.

અનેક સ્થળે વિરોધ પ્રદર્શનપીડિતાના મોત બાદ તમામ રાજકીય પાર્ટીઓએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ભીમ આર્મીએમ સફદરગંજ હોસ્પિટલ પહોંચીને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ દરમિયાન રાજયના અનેક જિલ્લાઓમાં લોકોએ પીડિતાના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી.

Related posts

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો