September 20, 2026
અપરાધગુજરાત

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

એરપોર્ટ પોલીસે સરદારનગરના આંબાવાડીમાં રવિવારે રાત્રે રેડ કરી જુગાર રમતી ૦૯ મહીલા ગેમબલર સહીત ૧૦ લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદના સરદારનગરમાં આવેલ  આંબાવાડી વિસ્તારમાં  રહેતી કમલાબહેન લાલચંદ મામનાણી પોતાના આર્થીક લાભ માટે બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી જુગરધામ ચલાવે છે. આ અંગે બાતમી મળતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ચૌધરી સ્ટાઅફ સાથે રવિવારે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં મકાનમાં ૧૦ લોકો જુગાર રમતા પકડાયા હતા.

એરપોર્ટ પોલીસે સ્થળ પરથી કમલાબહેન મામનાણી, રીટાબહેન સામનાણી, ભાવનાબહેન આહુજા, પૂજાબહેન ડોડેજા, પુષ્પાબહેન વાઘવાણી, શાંતિબહેન મોટવાણી, રાજકુમારી બલવાણી, ગીતાબહેન રાજાણી, લીલતાબહેન હોતચંદાની અને રાજેશ ફગનાણીની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે સ્થળ પરથી અંદાજીત રૂ.૧૯૯૬૦ની રોકડ અને ૦૫ મોબાઈલ ફોન રૂ ૦૬ હજારના મળી અંદાજીત રૂપિયા ૨૫૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ગુન્હામાં વિચારવા જેવું એ છે કે કમલાબેન ઘણા લાંબા સમયથી આ જુગરધામ ચલાવતી હતી અને સાથે સાથે દારૂનો પણ ધંધો કરતી હતી,

આટલા લાંબા સમયથી ચાલતા આ જુગરધામ પર અને દારૂના અડ્ડા પર પોલીસની નજર કેમ ન ગઈ ?

શુ પોલીસ ને અત્યાર સુધી હપ્તો પોહચતો હતો ?

શુ પોલીસના રહેમ રાહ નીચે આ જુગરધામ ચાલતું હતું ?

શુ પોલીસ નો હપ્તો બંધ કરાતા વર્ષો જૂનો અડ્ડો અને જુગરધામ પર રેડ કરવામાં આવી?

પોલીસે આ રેડ પાડતા વખાણવા લાયક કામતો કર્યું જ છે પરંતુ ,  આવા અનેક સવાલો પોલીસ સમક્ષ ઉભા થાય છે.

સરદારનગર માં હજુ સુધી કોના આશીર્વાદે આવા અનેક જુગરધામ અને દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડા ચાલે છે અને બંધ થાય છે ?

Related posts

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

આવાસના મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો