August 25, 2026
અપરાધ

રાજકોટના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: હુમલામાં મહિલા સહિત ૬ ઘવાયા

રાજકોટના ભાગોળે આવેલા રાણપુર ગામે ખેતરમાં ધોરીયો બનાવવા પ્રશ્ને બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ હુમલામાં સામસામે મહિલા સહિત છ લોકો ઘવાયા હોવાનુ જાણવા મળ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર ગામે રહેતા ભરતભાઈ સવજીભાઈ રાંક (ઉ.વ.48), તેના ભાઈ રમેશભાઈ પર તેના ગામમાં જ રહેતા વાઘજી વીરજી રાંક, તેના પુત્ર મનોજ, અનિલ અને વલ્લભએ ઝઘડો કરી પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જેમાં ભરતભાઈ રાંકે જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ પોતે કર્યા હતા ત્યારે તેમના નાના ભાઈ રમેશભાઇનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે થોડીવાર પહેલા તેમના પિતરાઈ ભાઈ અમિતને તેમના કુટુંબી વલ્લભ સાથે જમીનમાં ધોરીયો કાઢવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સુરેશભાઈ કોયાણી અને મહેન્દ્રભાઈ રાંક વાડીએ આવી બંને વચ્ચે સમાધાન કરાવવાનું જણાવ્યું હતું. જેથી બંને પક્ષના લોકો ખેતરે પહોંચ્યા હતા જ્યાં સમાધાનની વાતચીત દરમિયાન સામેવાળા વલ્લભ, વાઘજી અને મનોજે હથિયાર વડે હુમલો કરી દીધો હતો.ત્યારે સામા પગ છે અનિલભાઈ વાઘજીભાઈ રાંક (ઉ.વ.39) એ જણાવ્યું હતું કે ગઈકાલે પોતે રાણપુર ખાતે પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે બાજુની વાડીવાળા અમીત, નિલેશ, રમેશ અને ભરત ત્યાં ઘસી આવ્યા હતા અને જમીનમાં રહેલો ધોરીયો બુરી નાખવા માટે કહ્યું હતું. તે બાબતે ફરિયાદી એ ના પાડતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને સામેવાળા લોકોએ હથિયારો વડે હુમલો કરતા અનિલભાઈ પર પાઇપ, ધોકા અને પાવડાના હાથ વડે હુમલો કર્યો હતો જેમાં વચ્ચે છોડાવવા પડેલા અનિલભાઈ ના ભાઈ મનોજભાઈ કાકા વલ્લભભાઈ અને કાકી વિજયાબેન પર પણ આ લોકોએ હુમલો કરતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંને પક્ષે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ, 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજ પુરાવા સામેલ

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો