September 21, 2026
અપરાધદેશ

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

મધ્યપ્રદેશ પોલીસે કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને ૫ લાખના ઈનામી વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી છે. વિકાસ દુબે ઉપર ૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ છે.  યુપી પોલીસ વિકાસ દુબેના પાંચ જેટલા સાથીદારોને એન્કાઉન્ટરમાં ઠાર કરી ચુકી છે તો અનેક સાથીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આજે જ તેના બે વધુ સાથીદાર પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા.

પોલીસે ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે તેણે મંદિરની બહાર સમર્પણ કર્યુ છે. મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ વ્યકિત જાણી અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ મહાકાલ મંદિરના સંકુલમાં પહોંચી શખ્સએ રાડો પાડી-પાડી ખુદને વિકાસ દુબે ગણાવ્યો હતો. તે પછી મંદિર સંકુલમા તૈનાત સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને માહિતી આપી હતી. મહાકાલ પોલીસ તેને ગાડીમાં બેસાડી કંટ્રોલ તરફ લઈ ગઈ છે.

કાનપુર શુટઆઉટના મોસ્ટ વોન્ટેડની ધરપકડને યુપી પોલીસે પુષ્ઠી આપી છે.મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ વ્યકિત જાણી અટકાયત કરી હતી. મહાકાલ મંદિરના સંકુલમાં પહોંચી શખ્સએ રાડો પાડી-પાડી ખુદને વિકાસ દુબે ગણાવ્યો હતો. તે પછી મંદિર સંકુલમા તૈનાત સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને માહિતી આપી હતી. વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની પહોંચ ફડાવી હતી અને તે પછી ખુદને સરેન્ડર કરી દીધો હતો. હાલ સ્થાનિક પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

યુપી પોલીસના એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યુ છે કે અપરાધી વિરૂદ્ધ એવી કાર્યવાહી થશે કે સૌ કોઈ યાદ રાખશે.

Related posts

નવસારી: 12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકને આજીવન કેદની સજા

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

બાયડના ડેમાઈ પુલ નીચે ઝાડી-ઝાંખરામાં વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કરતી LCB, ત્રણ જુગારીઓને દબોચ્યા

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો