અમદાવાદ કોર્પોરેશન ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ કોરોનાના દર્દી દાખલ કરવામાં આવે છે. તે પ્રકારની માહિતી મળતા એએમસી આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાને આસી. પ્રોફેસર દ્વારા તે સમય દરમિયાન કુલ 13 દર્દી દાખલ હોવાનું જણાવેલું. તેમજ હોસ્પિટલને એએમસી દ્વારા કોવિડ -19 હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવેલા ન હોવા છતા દર્દીઓને હાઇ રીઝોલ્યુશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફિ ટેસ્ટના આધારે દાખલ કરતા પુરાવા મળી આવેલ.
તેમજ જે તે દર્દી ટ્રીટમેન્ટ શીટ પર ચકાસણી કરતા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું સ્પષ્ટ જણાવેલ હતું. તેમજ હોસ્પિટલને જે ફોર્મ સી આપવામાં આવેલું તેમાં 6 બેડ સુધીની માન્યતા આપવામાં આવેલી છે. તેમ છતા હોસ્પિટલ દ્વારા ફોર્મ સીમાં નોંધણી કરવામાં આવેલા બેડની ક્ષમતા કરતા વધુ બેડ ઉપર દર્દીઓને દાખલ કરવામાં આવેલ હતા . અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરતા કલીનીકને સીલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કાર્યવાહીની પણ હાથ ધરેલ છે.