August 13, 2026
ગુજરાત

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસોમાંથી 4 દિવસ કોરોનાના નવા કેસો 200થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે

અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા 183 કેસોમાંથી 168 કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય 15 કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા 177 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ 8 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 રાજ્યમાં અનલૉકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 700થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 36858 પર પહોંચી ચૂકી છે

Related posts

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી

Ahmedabad Samay

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો