September 22, 2026
ગુજરાતદેશ

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

કોવિડ-૧૯ની રસી આવતા માર્ચ સુધીમાં મળી જશે. ભારત સરકારને આશા છે કે ત્યાં સુધીમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પુરી થઇ જશે અને નિષ્ણાંતો તરફથી મંજૂરી પણ મળી જશે. દેશમાં કુલ ત્રણ રસીનું માનવ પર પરિક્ષણ થઇ રહ્યું છે. સરકારને લાગે છે કે આમાથી બે તો માર્ચ સુધીમાં લોન્ચ માટે તૈયાર થઇ જશે. ગયા સપ્તાહે ત્રણ મોટી વેકસીન બનાવતી કંપનીઓ સાથે સરકારે બેઠક કરી હતી. તેમાં વેકસીનની ઉપલબ્ધતાથી લઇને મંજૂરી અને વિતરણના પડકારો અંગે વાતચીત થઇ હતી.

જો બધુ સમુનમુ પાર પડયું તો આ કંપનીઓ માર્ચ સુધીમાં વેકસીન લોન્ચ કરી દેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું છે કે જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૪૦ થી ૫૦ કરોડ ડોઝ મેળવવાની યોજના બનાવી રહી છે.  શિરમ ઇન્સ્ટીટયૂટ ભારતમાં વેકસીન લાવી રહ્યું છે. તેની કિંમત ૧૦૦૦ની આસપાસ રહેશે. જ્યારે ભારત બાયોટેક પણ એક વેકસીન બનાવી રહી છે તેની કિંમત લગભગ ૧૦૦ રૂપિયાથી પણ ઓછી હોય શકે છે. ઝાયડસ કેડીલા પણ વેકસીન બનાવી રહી છે. તેની વેકસીન પણ ૧૦૦૦ની આસપાસમાં મળશે. શરૂઆતમાં ડોકટરો, નર્સ, હેલ્થ કેર વગેરેને આ વેકસીન અપાશે.

Related posts

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

Ahmedabad Samay

અમદાવાદ – વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો