શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે. સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 21 જિલ્લા, 21 તાલુકા અને 21 ગામડાઓમાં કુલ 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 (સવા પાંચ લાખ) હિન્દુ લોકો સુધી ઇન્ટરનેટના માધ્યમથી મેસેજ પહોંચાડશું. હિન્દુ સેનાના સાઇબર ક્રાઇમ વોચ એન્ડ ઇન્વેસ્ટિગેશન સર્વિસ દ્વારા 21 મોબાઇલ અને 2 લેપટોપથી હિન્દુત્વમય બનાવી શુભેચ્છા પાઠવશે. Ghsi દ્વારા 1 એક સેમીનાર યોજાશે. ૐ નમઃ શિવાય મંત્રને લોકો સુધી પહોંચાડવા કુલ 2024 વોટસઅપ ગ્રુપનો અને વધુ ઇન્ટ્આગ્રુપ તેમજ ફેસબુકનો ઉપયોગ થશે જેમાં કેનેડા, લંડન, નેપાળ માં હિન્દુ સેના દ્વારા 21000 શિવજીના મેસેજ facebook, whatsapp, instagram દ્વારા પહોંચાડાશે. લેન્ડ જેહાદ અને લવ જેહાદ લઈ 2 બિલ્ડરો, 2 શિક્ષકો, 2 શાળા, 2 ડોક્ટરો અને 2 વકીલો નો સંપર્ક કરી 1 સંતનું સન્માન કરાશે. હિન્દુ સેનાની ghsi દ્વારા ગુપ્ત માહિતીની ફાઈલ ગુજરાતના મુખ્યમંત્રી તેમ જ ગૃહ મંત્રી સુધી પહોંચાડશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અને ગૌવંશને કતલખાને જતા અટકાવવા જિલ્લા કલેકટર તેમજ ડીએસપી સુધી ઈમેલથી આવેદન અપાશે.
આજ માસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય ત્રણ દેશોમાં 111 email, 11000 whatsapp થી મેસેજ થશે પુરા માસ દરમિયાન 11 બહેનો દ્વારા હિન્દુત્વના રક્ષણ માટે 1100 ભાઈઓને રક્ષા દોરી બાંધવી, તેમજ 11 મુસ્લિમ કન્યાઓને હિન્દુ સેનાના સૈનિકો રક્ષા ધારણ કરશે, એક વિભાગમાં ગૌ માતાનું પૂજન લવ જેહાદની જાગૃતતા માટે ત્રણ સ્થાને પત્રિકા નું વિતરણ કરાશે, હિન્દુ સેનાના 11 સૈનિકો દ્વારા મહાદેવને 1111 બીલીપત્ર અર્પિત કરી પૂજન કરવું, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તંત્ર અને ગુપ્તચર સંસ્થાઓ અધિકારી તથા પ્રેસના લોકોને ઇન્ટરનેટના માધ્યમથી શિવજીના મંત્રોચ્ચારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી. ગુજરાતના માં 3 સ્થાનો પર રામધૂન, 11 ભગવત ગીતાજીનો ગ્રંથ, 111 હનુમાન ચાલીસા ની પુસ્તિકા, 11 ભગવા દ્વજ દ્વારા શિવભક્તિ કરાશે. ગુજરાતમાં સુરત, બરોડા, કર્ણાવતી, વાપી વલસાડ, આણંદ ,મહેસાણા, ગોધરા, રાજકોટ, મોરબી, જેતપુર, અમરેલી, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર અને ખંભાળિયા, ધ્રોલ, લાલપુર, હડિયાણા, જોડીયા સહિતના શહેરો તાલુકાઓમાં ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સમિતિ બેઠક થશે, જેમાં કુલ 51 યુવાનો અને 21 બહેનો દ્વારા અલગ અલગ રીતે ધાર્મિકતાનું મહત્વ જાળવવા માટે આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી શ્રાવણ માસમાં ઓનલાઈન શિવજીને આરાધના ગુજરાત હિન્દુ સેના દ્વારા થશે. વિશેષમાં શ્રાવણ માસના માધ્યમથી લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરાશે અને હિન્દુ રાષ્ટ્ર તેમજ અખંડ ભારત માટે બને તે માટે સંકલ્પ બંધ થશે. જે ધર્મ સંગઠન અને હિન્દુત્વના કાર્યોને સિદ્ધ કરવા જિલ્લા, તાલુકા અને ગામડાઓ સુધી ઇન્ટરનેટના માધ્યમથી *ૐ નમઃ શિવાય* ના યજ્ઞને મંત્ર જાપ દ્વારા ગુંજતો થશે સાથો સાથ રાષ્ટ્ર પડકાર સામે તત્પર રહેનાર સૈનિકોને તૈયાર કરવા હિન્દુ સેના જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે.
હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારત માટે સંકલ્પબધ્ધ થશે. ભગવત ગીતાજી નો ગ્રંથ, હનુમાન ચાલીસા ની પુસ્તિકા તેમજ રામધુન અને ભગવા ધ્વજથી શિવ ભક્તોને સન્માનિત કરાશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરશ્રીને ગૌવંશને લઈ ઓનલાઈન આવેદન અપાશે.