નરોડા વિધાનસભાના એમ.એલ.એ. બલરામ થાવાણી એ જાણે ચર્ચામાં રહેવાનું ઠાની લીધું હોય તેમ એક પછી એક વિવાદમાં ચર્ચામાં આવતાજ રહેછે. થોડા સમય પહેલાજ તેમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર તેમની ઓફીએ ભીડ એકત્રિત કરી કોરોના ની ગાઈડલાઈન નો ભંગ કર્યો હતો,
તે અગાઉ પણ બલરામ થાવાણીએ એક મહિલાને જાહેરમાં લાફો અને લાત મારવાની બાબતે ચર્ચામાં રહ્યા હતા.
ત્યાર બાદ વધુ એક કિસ્સામાં બલરામ થાવાણી ચર્ચામાં આવ્યા છે. અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી અમિતસિંહ રાજપૂત દ્વારા ફેસબુક પર લાઈવ થતા ભાર્ગવ વિસ્તારના બંગ્લા વિસ્તાર થી કુબેરનગર વિસ્તાર શુધી કોઈપણ મોબાઈલ કંપનીના પ્રમોટરને સીમકાર્ડ વેચવા પર પાબંધી લગાવી દીધી છે , બલરામ થાવાણી અને તેમના ભાઇ એ VI કમ્પની ના પ્રમોટર ને ઓફીસ બોલાવીને ધમકાવામાં આવ્યું કે બંગ્લા એરિયા થી કુબેરનગર શુધી કોઈએ પણ ત્યાં ઉભું રહેવું નહિ જણાવ્યું હતું.
જો પ્રમોટરો કંપનીના જણાવેલ જગ્યા પર ઉભા રહીને સીમકાર્ડ વેચવાનું રહે છે અને જો તે જગ્યાએ ઉભા રહીને સીમકાર્ડનું વેચાણ નહિ કરેતો તેમને પગાર પણ નથી મળતું, તો નેતાજીની આવી દાદાગીરીના કારણે તેવો તેમના લોકેશન પર ઉભા રહીને સીમના વેચાણ કરી શકતા નથી, કોરોનાની આવી પરિસ્થિતિમાં લોકોને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે તેવામાં નેતાજી આવી દાદાગીરી કરી ગરીબને જમાડવાની તો વાત દુરરહી પણ તેમને તેમનું કામ પણ નથી કરવા દેતા,

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ: ગુજરાત પ્રદેશ પ્રભારી
આ સમગ્ર ઘટના અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી અમિતસિંહ રાજપુતના સમક્ષ આવતા પ્રશાસને આવા ગરીબ અને લાચાર લોકોને મદદરૂપ થવા માટે અપીલ કરી છે.