September 20, 2026
અપરાધગુજરાત

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

અમદાવાદના  જશોદાનગર ખાતે રહેતા મેહુલ વંડીકર વડોદરામાં એન્જીનીયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેઓ જ્યારે અમરાઈવાડી ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સાથે હર્ષદ પાટીલ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. જોકે સ્કૂલ પુરી થયા બાદ તે બંને મળ્યા ન હતા. પણ વર્ષ ૨૦૧૯માં મેહુલભાઈનો ફરી તેમના વિદ્યાર્થી મિત્ર એવા હર્ષદ સાથે ફેસબુક થકી સંપર્ક થયો હતો. બાદમાં બને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે હર્ષદે જણાવ્યું કે, તે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરે છે. હર્ષદે મેહુલભાઈને દિલાસો આપ્યો કે, તેઓ ઈન્ડિગો એરમાં એરક્રાફ્ટ એન્જીનિયર તરીકે નોકરી અપાવશે. હર્ષદે તો એવી પણ ડંફાશ મારી કે, તેના પિતાજી આઈબીમાં મોટી પોસ્ટ પર હોવાથી તેમની ઊંચી ઓળખાણથી કાર્ગો ઓફિસર તરીકે સેટિંગ કરાવી આપશે. મેહુલભાઈને આ વાતોમાં રસ પડતા જ હર્ષદે તેનો ફાયદો ઉઠાવી ફોર્મ ભરવાના અને મેડિકલના તથા અમુક સર્ટિફિકેટના એમ કરી પહેલા ૬ લાખ અને બાદમાં ટુકડે ટુકડે ૧૧ લાખ એમ કુલ ૧૭ લાખ પડાવી લીધા હતા. બાદમાં લોકડાઉન આવતા તે સમયનો ફાયદો ઉઠાવી હર્ષદે મેહુલભાઈને જણાવ્યું કે, હાલ કંપનીનું તમામ કામ બંધ છે અને  લોકડાઉન ખુલ્યા બાદ ધીમે ધીમે નોકરી ચાલુ થશે. બાદમાં હર્ષદ તેના મિત્ર મેહુલભાઈને વિમાન મારફતે કોલકતા લઈ ગયો હતો.

ત્યાં અમુક ડોક્યુમેન્ટ પર સહીઓ  કરવાનું કહીને લઈ ગયો હતો પણ ત્યાં પહોંચતા જ એચ.ઓ.ડી સાહેબ નથી તેમ કહી ડોક્યુમેન્ટ તેને આપીને મેહુલભાઈ ને અમદાવાદ નીકળી જવાનું કહ્યું હતું. હર્ષદ બીજા દિવસે આ કામ પતાવીને આવશે તેમ કહી મેહુલભાઈને પરત મોકલી દીધા હતા. જોકે, બાદમાં દુબઈ ખાતે સર્ટિફિકેટ બનાવવાના હોવાનું કહી તેણે ફરી ૫૦ હજાર પડાવ્યા હતા. જોકે બાદમાં પણ નોકરીનું ઠેકાણું ન પડતા મેહુલભાઇએ ૧૭ લાખ પરત માંગ્યા હતા. જેથી આ હર્ષદે કહ્યું કે, આ બધું લખીને આપવું પડશે.
બાદમાં મેહુલભાઈએ તપાસ કરી તો હર્ષદ ફ્રોડ કરતો હોવાનું સામે આવ્યું હતું. હર્ષદે તેની સાથે ભણતી હેતલ ખાપેકરના પતિને પણ નોકરીની લાલચ આપીને ૧.૫૦ લાખ પડાવ્યા હતા. વધુ તપાસ કરતા હર્ષદે તેમના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના પણ ૭૮ હજાર નોકરીની લાલચ આપીને પડાવ્યા હોવાનું સામે આવતા મેહુલભાઈએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  દાખલ કરી છે, રામોલ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવનગરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપનો રક્તદાન કેમ્પ, કાર્યકર્તાઓએ કર્યું રક્તદાન

Ahmedabad Samay

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

લૂંટ અને જીવલેણ હુમલાના આરોપીને ઓઢવ પોલીસે ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો