August 7, 2026
ગુજરાત

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

સમગ્ર ઘટના 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.  ડોક્ટરે તપાસ કરતા બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની  તપાસમાં  વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે  જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે  માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે

Related posts

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો