August 13, 2026
ગુજરાતઅપરાધ

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા હતા. અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ (ગણેશ મેરિડિયન), ઉદય ભટ્ટ (ગેલેક્સી ગ્રુપ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા.

અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની કિંમતની જમીન પચાવી પાડી છે, જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી છે. તો બીજી તરફ ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજો, બાનાખતો ઉભા કરી છેતરપિંડીનો પ્રયાસ કરે છે. જે લોકોની સીધી સંડોવણી છે જે લોકોએ મોટા મોટા એમ્પાયર બનાવ્યા છે. આ માત્ર ટોકન બનાવો છે.

અમૃતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારી હંસાપુર ગામમાં જમીન આવી છે, જેના બે પેઢીનામા બનાવવામાં આવ્યા છે. એક વ્યક્તિના બે પિતાના નામના પેઢીનામા બનાવવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો