August 7, 2026
દેશ

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલાએ મોટો દાવો કરતા કહ્યું છે કે દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના CEO આદર પૂનાવાલાએ માહિતી આપી છે કે ભારતમાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાન જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. તેમની કંપની મહિનાના અંત સુધીમાં ઈમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મેળવવાની અપેક્ષા રાખે છે.

પૂનાવાલાએ કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં તેમને ઇમરજન્સી લાઇસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક રસીકરણ માટેનું લાઇસન્સ આવતા મોડું થઇ શકે છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે તેમને અપેક્ષા છે કે ભારતમાં દરેક નાગરિકને ઓકટોબર ૨૦૨૧ સુધી રસી અપાય જે ફરી એકવાર સામાન્ય જીવનમાં પાછા ફરવાનો માર્ગ મોકળો કરી દેશે.

ભારતના ૨૦% લોકોને કોરોના વાયરસની રસી મળે પછી દેશ આશા અને આત્મવિશ્વાસનું વાતાવરણ ફેલાઈ જશે અને આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં આશા છે કે દરેક માટે પૂરતી રસી હશે અને સામાન્ય જીવન પરત આવી જશે.

પૂનાવાલાએ જણાવ્યું છે કે સરકાર જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૩૦૦ થી ૪૦૦ મિલિયન ડોઝ મેળવવા માંગે છે અને સીરમ ઇન્સ્ટીટયુટ સરકાર તેમજ ખાનગી બજારો માટે પૂરતી કોરોના વાયરસ રસી તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સરકારે કહ્યું છે કે દરરોજ કુલ ૧૦૦ લોકોને પ્રત્યેક રસીકરણની સાઈટ ઉપર એન્ટી કોવિડ ૧૯ શોટ મળે અપેક્ષા છે

Related posts

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો