August 8, 2026
અપરાધગુજરાત

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારની ટાબરીયા ગેંગનો આતંક સામે આવ્યો છે. અહી સીસીટીવી ફૂટેજનાં આધારે ગોમતીપુર પોલીસે વેપારીઓને પરેશાન કરનાર માથાભારે શખ્સોની ધરપકડ કરી.

છેલ્લા ઘણા સમયથી ટાબરિયા ગેંગ દ્વારા ગોમતીપુર અને આસપાસનાં વિસ્તારમાં વેપારીઓ પાસે યેનકેન રીતે રૂપિયા ઉઘરાવવામાં આવે છે. હવે વેપારી રૂપિયા આપવાની ના પાડે તો ચાકુ જેવું હથિયાર બતાવી અને ધમકી આપવામાં આવે છે તથા મારામારી પણ કરવામાં આવે છે. ટાબરીયા ગેંગ નશો કરતી હોવાનું પણ વેપારીઓની ફરિયાદમાં સામે આવ્યું છે.

વેપારીઓનાં વાહનમાં તોડફોડ કરવી અને સ્થાનિક વિસ્તારોમાં મારામારી અને દાદાગીરી કરવા જેવા ટાબરીયા ગેંગનાં અનેક કૃત્યો સામે આવ્યા છે. જેના પગલે વેપારીઓ સીસીટીવી ફૂટેજનાં પુરાવાનાં આધારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે સતર્કતા દાખવી ગણતરીનાં કલાકોમાં ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

Related posts

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

Ahmedabad Samay

અમદાવાદ: આસ્ટોડિયા અને નવરંગપુરામાં 222 બોગસ સિમ કાર્ડ બનાવનારા 3 ઝડપાયા

admin

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

અમરેલીની 108 ટીમે સગર્ભા માતા-બાળકની જીંદગી બચાવી અમરેલી 108 ની ટીમને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

admin

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો