September 21, 2026
જીવનશૈલીગુજરાત

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર નવા વર્ષની શરૂઆત સાથે જ અમદાવાદીઓ માટે બોટિંગ અને વૉટર સ્પોર્ટ્સની શરૂઆત થઈ ગઈ હતી. હવે આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે. આ માટે મંગળવારે નદીમાં 60 સીટર ક્રૂઝ ઉતારવામાં આવ્યું છે.

નવા વર્ષની શરૂઆત સાથે જ સાબરમતી નદીમાં બૉટિંગની ગતિવિધિઓમાં વૃદ્ધિ થઈ ગઈ છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પર બે ઠેકાણે બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. જેને ધ્યામાં રાખીને હવે આજથી રિવર ક્રૂઝ પણ ઉતારવામાં આવ્યું છે.

આજથી ક્રૂઝ બોટિંગ શરૂ કરવામાં આવશે. જેની ક્ષમતા 62 સીટની છે. આ ક્રૂઝ ખાસ નોર્વેથી લાવવામાં આવ્યું છે. જેમાં 20 મિનિટ સુધી લોકો સવારી કરી શકશે. ક્રૂઝમાં હાઈ ક્વૉલિટી સાઉન્ડ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આટલું જ નહીં, તેમા હેરિટેજ સબંધિત વીડિયો પણ દર્શાવવામાં આવશે.

ક્રૂઝ તથા અન્ય બૉટિંગ સબંધિત ટિકિટ વલ્લભ સદનના કાઉન્ટર પરથી 200 રૂપિયામાં મળી શકશે. આગામી સમયમાં ઑનલાઈન સિસ્ટમથી પણ ટિકિટ ખરીદી શકાશે.

Related posts

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

તમારા કામનું / જીવલેણ રોગોનું કારણ બની જાય છે તણાવ, 7 આયુર્વેદિક ઉપચારોથી દૂર કરો ટેન્શન

Ahmedabad Samay

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો