હાલ ભારત ભરમાં મોંઘવારી એટલે હદે વધી છે કે લોકો ત્રાહિમામ થઇ ગયા છે. દરેક રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ, શાકભાજી અને ખાદ્યપદાર્થોનો એટલો ભાવ વધ્યો છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા “ જન ચેતના રેલી” નો અભ્યાન ગુજરાત ભરમાં ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી હતી. જેમાં દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, ઈમરાન ખેડાવાલા, ગાયત્રીબા વાઘેલા, પરેશ ધાનાણી, મધુસુદનભાઈ, નરેશભાઈ, ચેતન રાવલ, ઘનશ્યામ ગઢવી, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલીમાં ભાજપ શાસનમાં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોઘું તેલ- મોંઘો ગેસ, મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, સિલિંડર મોંઘુ મોંઘુ તેલ જોવો આ છે મોદીનો ખેલ, મોંઘા કર્યા પેટ્રોલ- ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ જેવા પોસ્ટર સાથે સાઈકલ તથા ચાલતા રાજીવ ગાંધી ભવનથી આશ્રમ રોડ થઈ સરદાર બાગની પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીને પુષ્પાજંલિ આપી રેલીનું સમાપન કરવામાં આવેલ