વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેશુભાઈ પટેલના તથા નરેશભાઈ કનોડીયા અને મહેશભાઈ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. આજે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને સીધા જ સ્વ. કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ગયા હતા. કેશુભાઈને તેમણે હૃદયાંજલિ અર્પી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ઘ સંગીતકાર બેલડી તથા ગુજરાતી સુપરસ્ટાર સ્વ. નરેશ કનોડિયા અને સ્વ. મહેશ કનોડિયાના નિવાસસ્થાને નરેન્દ્રભાઈ ગયા હતા અને ત્યાં શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. તેમના પરિવાર સાથે પણ વાતચીત કરી સાંત્વના આપી હતી.
પાછલી પોસ્ટ