November 17, 2025
ગુજરાત

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ, ઉપરાંત માલિકોને “લીકર એકસેસ” પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ “વાઈન એન્ડ ડાઈન- આપતી ગીફટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ કે ક્લબમાં લીકરનું સેવન કરી શકશે.

ગીફ્ટ સિટીમાં આવનાર સત્તાવાર મુલાકાતીઓ માટે તેમજ ગીફ્ટ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી માટે દારુની પરવાનગી આપવામાં આવી છે. વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, ઉપરાંત માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન- આપતી ગીફટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ કે કક્લબમાં લીકરનું સેવન કરી શકશે.

 

આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને કલબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગીફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ કલબ, રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ હોટેલ કલબ રેસ્ટોરેન્ટ લોકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગીફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફાએલ ૩ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટ કે કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આઘાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Related posts

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

અમદાવાદ: આગામી દિવસોમાં પણ પડશે માવઠું! જાણો બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફાર અંગે!

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો