September 22, 2026
દેશ

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

સરકારે ૩૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી હવે તે મોંઘુ બનશે. આ સાથે ખાતર પર પણ ૫ ટકાનો સેસ લાગવાથી તે વધારે મોંઘું બની શકે છે.

સરકારે કાચા પામ તેલ પર ૧૭.૫ ટકા, કાચા સોયાબીન અને સૂરજમુખીના તેલ પર ૨૦ ટકાનો એગ્રી ઈન્ફ્રા સેસ લગાવ્યો છે. ગ્રાહકો પર કિંમતનો ભાર ન પડે તે માટે તેની પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જો આવું ન થાત તો તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે.

બજેટમાં સોનું અને ચાંદી પર ઉત્પાદ શુલ્ક ૫ ટકા ઘટ્યો છે. તેને ૧૨.૫ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરાયો છે. તો સોના અને તાંદીના બિસ્કિટ પર પણ સીમા શુલ્ક ઘટ્યો છે. એવામાં એપ્રિલમાં સોનું અને ચાંદી સસ્તું થવાની શકયતા છે. સરકારે સોના અને ચાંદી પર ૨.૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. એવામાં તાત્કિાક રીતે કિંમતોમાં વધારો પણ શકય છે.

બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટરનો એગ્રી ઈન્ફ્રા સેસ લાગ્યો છે. એવામાં તેની કિંમતો વધવાની શકયતા છે. જો કે આ ખાસ કરીને કંપનીઓ પર નિર્ભર રહે છે.

હવે દારૂ પીવો થશે મોંઘો , બજેટમાં એલ્કોહોલિક બેવરેજ પર ૧૦૦ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવાયો છે. આ રીતે દારૂ પીવાનું બમણું મોંઘું થઈ શકે છે.  ૨૦૦ રૂપિયાનો દારૂ  હવે એટલી જ કોન્ટિટી માટે ૪૦૦ રૂપિયા ખર્ચ કરવાનો રહેશે.

આ ચીજો પર સરકારે બજેટમાં લગાવ્યો એગ્રીકલ્ચર સેસ

. પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશઃ ૨.૫ રૂપિયા અને ૪ રૂપિયા

.સોના ચાંદી પર ૨.૫ ટકા

.દારૂ પર ૧૦૦ ટકા

.કાચું પામ ઓઈલ પર ૧૭.૫ ટકા

.કાચા સોયાબીન અને સૂરજમૂખી તેલ પર ૨૦ ટકા

.સફરજન પર ૩૫ ટકા

.યૂરિયા અને ફર્ટિલાઈઝર પર ૫ ટકા

.વટાણા પર ૪૦ ટકા

.કાબૂલી ચણા પર ૩૦ ટકા

.મસૂર પર ૨૦ ટકા

.કપાસ પર ૫ ટકા

Related posts

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

દેશની આ હસ્તીઓને થયો કોરોના, તમે પણ ચેતી જજો

Ahmedabad Samay

વહેલી સવારે દિલ્હી, ગુરુગ્રામ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આકાશમાં એક તેજસ્વી અગનગોળો જોવા મળ્યો, જેણે સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતા

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો