September 22, 2026
જીવનશૈલી

સાપ્તાહિક રાશિભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી સાથે

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

૧૫/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ સુધી નું સાપ્તાહિક રાશિ ફળ જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષ જોષી દ્વારા


મેષ રાશિ ના જાતકોએ આગામી સપ્તાહમાં આરોગ્ય નું અચૂક ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયને લગતા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થાય. કાર્યક્ષેત્રે પદોન્નતિ થાય. વ્યક્તિગત સંબંધો માં સુધારો થાય.

વૃષભ રાશિ ના જાતકો માટે આગામી સપ્તાહમાં ઉતાર ચઢાવ રહે. વ્યવસાય બાબતે સારું પરિણામ પ્રાપ્ત થાય. છતાં સફળતા મેળવવા વધુ મહેનત કરવી પડે. પરિવાર નો સાથ સહકાર મળી રહે.


મિથુન રાશિ ના જાતકો માટે આવનારું સપ્તાહ એકંદરે મધ્યમ રહે. વધુ પડતો વિશ્વાસ કરવો નહિ. આત્મ વિશ્વાસ થી કામ કરવું તેમજ લોભ લાલચ થી દૂર રહેવું.


કર્ક ના જાતકોનું મનોબળ આગામી સપ્તાહમાં મજબૂત રહે. વધુ એકાગ્રતા રાખીને મહેનત કરવી તેમજ વાદવિવાદ થી દૂર રહેવું. પેટ ના દર્દ થી સંભાળવું.

સિંહ રાશિના જાતકોએ સ્વસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહિ. કાર્યક્ષેત્રે સુખદ સમાચાર પ્રાપ્ત થાય. વાણીમાં સંયમ રાખવો તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું.

કન્યા રાશિ ના જાતકો માટે આ સપ્તાહમાં આરોગ્ય માં સુધારો થાય. વ્યવસાયમાં સફળતા મળે. વિરોધીઓની પીછેહઠ થાય . આવક મા વધારો થાય.

તુલા રાશિના જાતકોએ અકસ્માત થી સાચવવું, વધુ મહેનત કરવી પડે. વાદવિવાદ થી દૂર રહેવું.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું રહે, ખાન પાન બાબતે ધ્યાન રાખવું. સાથી કર્મચારીઓનો સહકાર મળે. આવકમાં વધારો થાય તેમજ નાની મોટી યાત્રા થાય.

ધન રાશિ ના જાતકો ના સ્વાસ્થ્ય માં સુધારો જણાય , કાર્યક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આર્થિક સ્થિતિ મજબૂત રહે.


મકર રાશિ ના જાતકોએ દરેક કાર્ય પોતાની જતેજ કરવા નો આગ્રહ રાખવો, કઠિન પરિશ્રમ થી સફળતા મળે.

કુંભ રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન શુભ સમાચાર મળે, અન્ય લોકોનો સાથ સહકાર મળે, દામ્પત્યજીવનમાં ઉતરચઢાવ જોવા મળે. પોતાનો સ્વભાવ શાંત રાખવો.

મીન રાશિના જાતકોને આ સપ્તાહ એકંદરે મિશ્ર ફળ આપનાર રહે , આરોગ્યનું ધ્યાન રાખવું તેમજ સ્વભાવ શાંત રાખવો. આવકમાં વધારો થાય.

 

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી ,        મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

બસ…. બહુ થયું હવે!

Ahmedabad Samay

કબજિયાત, હાર્ટ હેલ્થ સહિત આ 5 બીમારીઓમાં ફાયદાકારક છે આ ચોખા, કરો ડાયેટમાં સામેલ

Ahmedabad Samay

૨૨ સપ્‍ટેમ્‍બરથી, તમારા ખિસ્‍સા પરનો બોજ ઓછો થવાનો છે

Ahmedabad Samay

માત્ર તેલ જ નહીં, વાળ માટે આ 3 રીતે કરો મેથીનો ઉપયોગ, જાણો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો

Ahmedabad Samay

ઓલિવ ઓઈલ ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવા માંગો છો? તો જાણો આ તેલમાં ભેળસેળને ઓળખવાની ટ્રિક્સ…..

Ahmedabad Samay

કિડની સંપૂર્ણપણે નુકસાન થાય તે પહેલાં આપે છે આ સંકેતો! જાણો માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો