December 3, 2024
ગુજરાતજીવનશૈલી

બસ…. બહુ થયું હવે!

પ્રિયા રજત પટેલ

થોડા દિવસ પહેલા હું બસમાં ટ્રાવેલ કરતી હતી. મારી આગળ બે બહેનો બેઠી હતી અને પોતાની મસ્તીમાં મસ્ત થઈને એટલા રસથી અડોસ- પડોસ અને સગા- સંબંધી પર અવગુણોના ફૂલોનો વરસાદ વરસાવી રહી હતી. થોડા સમય બાદ હું રેલ્વે સ્ટેશને ગઇ, ત્યાં પણ આવું જ કંઈક દ્રશ્ય જોયું, ત્યારબાદ એક વખત રીક્ષામાં ઘરે આવતી હતી ત્યારે ફરીથી આવું જ દ્રશ્ય…..ત્યારબાદ તો મેં નોટીસ કર્યું કે, મારી આસપાસ આ દૃશ્યનું અનેકાનેક વખત પુનરાવર્તન થાય છે.

કેટલી આશ્ચર્યની વાત કહેવાય ને કે, આપણી આસપાસ થતી વાતો કે, ચર્ચામાં કેટલી વાતો કામની, ઉપયોગી, સમાજ કલ્યાણની, આત્મ કલ્યાણની કે બીજાના ગુણોની લેન-દેન થતી હશે? જવાબ મળશે… બહુ જ ઓછી કે નહીવત !!!આ વિશ્વમાં જો માત્ર અવગુણોની ચર્ચાને બંધ કરી દેવામાં આવે તો વિશ્વની અડધી અશાંતિ તો આપમેળે જ દૂર થઈ જાય.

એક અંદાજ લગાવવામાં આવે કે એક સાથે એક સમયે આવા કેટલા લોકો હશે જે… ફોન દ્વારા, મેસેજ દ્વારા,વિચારો દ્વારા કે રૂબરૂ મુલાકાતમાં એક- બીજા સાથે ‘બીજાની’ નકામી ફાલતુ વાતો કરીને કિંમતી સમયનો વ્યય કરતા હશે! આ નેગેટિવિટીની વાતો એક સાથે કેટલા નેગેટીવ વાઈબ્રેશન ફેલાવતા હશે! ઓહોહોહો…. કદાચ અહયા ગણિતના આંકડા પણ ખૂટી પડે! અને પોતાના મનની શક્તિનો વ્યય થાય તે તો અલગ જ! તેમજ આસપાસનું વાતાવારણમાં પણ અશુદ્ધતા અને નકારાત્મકતા ફેલાય એ તો ફ્રી માં જ…અને પછી આપણે જ ફરીયાદ કરીએ છીએ કે, આજકલ બહુ થાકી જવાય છે…કેમ? ખેતરે તો કામ કરવા જતા નથી…માથા ઉપર ત્રણ- ચાર પાણીનાં માટલા તો ઉઠાવતા નથી… પહેલાના સમયની જેમ ચાર-પાંચ કિલોમીટર ચાલીને તો ક્યાંય જતા નથી…તો પછી આ થાક શેનો??!!

આ થાક છે મનનો. મનની શક્તિઓને બિનજરૂરી ચર્ચાઓ અને મુખને ખોટી વ્યર્થમાં એક્સરસાઇઝ કરાવીએ છીએ એનો. જો આપણે ખોટા નંબરના ચશ્મા પહેરીએ તો માથું દુઃખે અને આંખો ભારે થઈ જાય, તો એવું જ બીજાના અવગુણો જોવાના ચશ્મા પહેરીશું તો પણ એવી જ હાલત થશે. કેમકે, એ કામ આપણું નથી.

નેગેટિવિટીના ચશ્મા ઉતારી પોઝિટિવિટીના ચશ્મા પહેરીશું, તો તેનો ફાયદો બધાથી પહેલા સ્વયંને જ થશે. બધું જ સ્પષ્ટ અને સુંદર દેખાશે તેમજ બીજાના ગુણોનું વર્ણન કરતા કરતા આપણે ગુણવાન બની જઈશું અને જેવું વિચારીશું તેવું પામીશું.

‘જેવી દ્રષ્ટિ, તેવી સૃષ્ટિ’ એ કહેવત પણ ખરેખર અહી સાર્થક થાય છે. સુંદર દ્રષ્ટિ એક નવી સુંદર દુનિયાના સર્જન માટે નિમિત્ત બનશે. ભારતને પાછું આપણે ‘સોનાની ચીડિયા’ બનાવવું એ આપણું દરેકનું સ્વપન છે. તો પરીવર્તનની નાનકડી શરુઆત ચાલો આપણે સ્વયંથી જ કરીએ.

શુભભાવના અને શુભકામનાની પહેલી પોઝિટીવ ઇફેક્ટ તો આપણને જ થવાની! આપણી આસપાસ જ સુંદર વાતાવરણ બનશે, ત્યારબાદ ઘરમાં અને શહેરમાં પછી દેશમાં અને વિશ્વમાં પણ પરિવર્તન આવશે!

તો…બસ…બહુ થયું હવે! કોની રાહ જોવાની છે? ચાલો આપણે આપણું જ કલ્યાણ કરવાની નાનકડી શરૂઆત કરી દઈએ. ટીપે-ટીપે એક દિવસ સરોવર ભરાશે. તેમજ બીજાના પણ અવગુણોના ચશ્મા ઉતારીએ અને તેમને પણ કહીએ કે, બસ… બહુ થયું હવે! સ્ટોપ!

Feedback me on: priya140794@gmail.com

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

અમદાવાદ: આખરે રેલવે AMCને સર્વિસ ચાર્જ તરીકે 13 કરોડ રૂપિયા ચુકવશે

Ahmedabad Samay

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

Ahmedabad Samay

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો