September 27, 2026
ગુજરાતઅપરાધ

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

વડોદરાના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.

સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.

3 મૃતકોના મૃતદેહની તપાસ કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની પાસેથી દવાની બોટલ મળી આવી છે. જ્યારે આ પરિવારના લોકો દવા ક્યાંથી લાવ્યા હતા, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

Related posts

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

સુરત- મોટા વરાછામાં મોટું ઓનલાઈન જુગારધામ ઝડપાયું, પોલીસે 11ને ઝડપ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો